Video: AFTERNOON NEWS; જાપાન અને ઈરાનમાં ભૂકંપ, ટ્રમ્પે મિડ ટર્મ ચૂંટણી પહેલા જ ઇરાન પર હુમલો કર્યો

1) જાપાનમાં 6.0 ની તીવ્રતાનો આંચકો; ઈરાનના પરમાણુ રિએક્ટર ધરાવતા બુશેહરમાં ધરતીકંપ
વહેલી સવારે જાપાનના શિમા નજીક 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. બીજી તરફ, ઈરાનના સંવેદનશીલ બુશેહર ક્ષેત્રમાં 5.0ની તીવ્રતાના આંચકા અનુભવાયા. સદનસીબે બંને દેશોમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી
2) ટ્રમ્પે મિડ ટર્મ ચૂંટણી પહેલા જ ઇરાન પર હુમલો કર્યો
અમેરિકાએ ઈરાનના કેશમ દ્વીપ નજીક 2 નૌકાઓ પર હુમલો કરતા તણાવ વધ્યો છે.ટ્રમ્પે ચૂંટણી પહેલા આ હુમલો કર્યો છે. ઈરાને પણ વળતા પ્રહારની ધમકી આપી છે.
3) I.N.D.I.A. ગઠબંધનની મહારેલી પહેલા CJPનો મોટો નિર્ણય
CJPના સંસ્થાપક અભિજીત દીપકેએ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી. CJPએ ચૂંટણી પંચ સામેના આંદોલનને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે, પરંતુ CJP આંદોલનમાં નહીં જોડાય
4) તમામ 8 મંત્રી અને CMના સલાહકારને હટાવો...', જમ્મુ-કાશ્મીરમાં બળવો
જમ્મુ-કાશ્મીરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની સરકાર સામે તેમની જ પાર્ટી નેશનલ કોન્ફરન્સના 25 ધારાસભ્યોએ બળવો કર્યો છે.
5) સૌરાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ વચ્ચે બે ખેડૂતોએ કરી આત્મહત્યા
ગુજરાતમાં નબળા ચોમાસાથી ખેડૂતોની હાલાકી વધી છે. જામનગરના વાવડી ગામના 47 વર્ષીય હેમંત મકવાણા અને અમરેલીના 55 વર્ષીય કનુભાઈ ઊનાવાએ પાક નિષ્ફળ જવાની ભીતિ અને દેવાના બોજથી આત્મહત્યા કરી લીધી.
6) રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂ મહેફિલ ઝડપાઈ
રાજકોટની સરાઝા હોટેલમાં પોલીસે દરોડા પાડી હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ પકડી પાડી છે. આ મામલે પોલીસે ૩૩ મહિલાઓ અને ૪૩ પુરૂષો સામે મેડિકલ તપાસ સહિતની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.








