હવે Whatsapp સ્ટેટસ લાગશે વધુ આકર્ષક, કંપનીએ રોલ આઉટ કર્યું નવું ફીચર
દેશ અને દુનિયામાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપના કરોડો

દેશ અને દુનિયામાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપના કરોડો યુઝર્સ છે, વોટ્સએપ યુઝર્સને એક અલગ લેવલનો મેસેજિંગ અનુભવ આપે છે. આમાં યુઝરને ફોટો શેરિંગ, વીડિયો કોલિંગ અને વોઈસ કોલિંગ જેવી ઘણી સુવિધાઓ મળે છે. આ સીરિઝમાં યુઝર્સને કંપની તરફથી સ્ટેટસ અપડેટ ફીચર પણ મળી રહ્યું છે. લોકોના હિતને ધ્યાનમાં રાખીને, WhatsApp પણ સમયાંતરે નવા અપડેટ્સ આપતું રહે છે. WABetaInfo અનુસાર, કંપનીએ થોડા દિવસો પહેલા એક નવું અપડેટ બહાર પાડ્યું છે. આમાં, ગ્રેડિએન્ટ ફિલ્ટર યુઝર્સના સ્ટેટસ અપડેટ સમયે બેકગ્રાઉન્ડમાં આપોઆપ એડ થઈ જશે.
WABetaInfoએ પોસ્ટ કરી વિગતો
WABetaInfo એ સ્ટેટસ અપડેટ સંબંધિત જારી કરાયેલા આ અપડેટ અંગે X પર સ્ક્રીનશોટ શેર કર્યો છે. પોસ્ટમાં ગ્રેડિએન્ટ ફિલ્ટરના ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં એડ થવા વિશે માહિતી આપવામાં આવી છે. પોસ્ટ અનુસાર, હવે જ્યારે પણ યુઝર સ્ટેટસમાં ફોટો અથવા વીડિયો અપડેટ કરશે તો બેકગ્રાઉન્ડમાં ગ્રેડિએન્ટ ફિલ્ટર ઓટોમેટિક એડ થઈ જશે. નવું અપડેટ શેર કરેલા મીડિયાના એજને બેકગ્રાઉન્ડ ગ્રેડિએન્ટ સાથે મર્જ કરી દે છે. તેના કારણે તમારું સ્ટેટસ વધુ આકર્ષક બનશે.
સ્ટેટસ અપડેટમાં જગ્યા ખાલી રહેવાની સમસ્યાને ઉકેલવા માટે કંપનીએ આ ફીચર લોન્ચ કર્યું છે. કંપનીને ઘણા સમયથી આ મુદ્દાને લઈને યુઝર્સ તરફથી ફરિયાદો મળી રહી હતી. પરંતુ હવે આ ફીચરને કારણે તમારું સ્ટેટસ અપડેટ વિઝ્યુઅલી વધુ સારું દેખાશે.
હાલ બીટા યુઝર્સ માટે થશે રિલીઝ
વોટ્સએપે હાલ બીટા યુઝર્સ માટે તેનું લેટેસ્ટ અપડેટ રોલઆઉટ કર્યું છે. તેથી જો તમે બીટા યુઝર છો તો તમે સ્ટેટસ અપડેટ કરીને નવા ફીચરને ચેક કરી શકો છો. આ ફીચર બીટા ટેસ્ટિંગ પછી જ ગ્લોબલ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.






