મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

સ્ક્રિન પર જોવા મળતી Error 404 શું છે? ક્યારે અને કેમ દેખાય છે, શું છે તેના પાછળનું લૉજિક

તમે ઈન્ટરનેટ પર કંઈક સર્ચ કરી રહ્યા હોવ ત્યારે કોઈ લિંક પર ક્લિક કરતી વખતે સ્ક્

સ્ક્રિન પર જોવા મળતી Error 404 શું છે? ક્યારે અને કેમ દેખાય છે, શું છે તેના પાછળનું લૉજિક

તમે ઈન્ટરનેટ પર કંઈક સર્ચ કરી રહ્યા હોવ ત્યારે કોઈ લિંક પર ક્લિક કરતી વખતે સ્ક્રીન પર Error 404નો મેસેજ ઘણીવાર જોવા મળ્યો હશે. ઘણા લોકો હશે જે જાણતા હશે કે, આ ભૂલ શા માટે થાય છે. પરંતુ હજુ પણ એવા ઘણા લોકો છે જેઓ એ નથી જાણતા કે Error 404 પાછળનું કારણ શું છે? જો તમે લોકો પણ આ સવાલનો જવાબ જાણવા માગો છો, તો આજે અમે તમને એ પ્રશ્નનો જવાબ આપીશું કે આ Error કોડ કેમ આવે છે અને Error માટે 404 નંબર કેમ પસંદ કરવામાં આવ્યો?

Error 404 ક્યારે થાય છે?

Error 404 એ HTTP સ્ટેટસ કોડ છે અને આ કોડ વેબ સર્વર દ્વારા તમારી સ્ક્રીન પર મોકલવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, તે શા માટે મોકલે છે, જ્યારે પણ યુઝર્સ ઈન્ટરનેટ પર કંઈક શોધે છે અને વેબ સર્વર તે URL પર કોઈ રિસોર્સ ઉર્ફે વેબપેજ શોધવામાં અસમર્થ હોય છે, ત્યારે આ Error કોડ તમારી સ્ક્રીન પર દેખાય છે.

શું છે Error 404 પાછળના કારણો?

આ Error કોડ તમને ત્યારે જોવા મળે છે જ્યારે તમે કોઈ એવું પેજ ઓપન કરવાની ટ્રાય કરો છો જે રિમૂવ કરી દેવામાં આવ્યું છે અથવા જે URL તમે શોધી રહ્યા છો તે URLના નામને ટાઇપ કરવામાં કોઈ ભૂલ કરી છે. આ Error એરર 404 પાછળનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તમે જે વેબપેજ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છો તેનું સર્વર કામ કરી રહ્યું નથી. ઘણા લોકો એવો પ્રશ્ન પૂછે છે, શું અમે Error 404 કોડને ઠીક કરવા માટે કંઈ કરી શકીએ? આ પ્રશ્નનો જવાબ એ છે કે, જો તમે URLનું નામ ખોટું લખ્યું છે, તો તેને યોગ્ય રીતે લખો અને વેબપેજને ફરીથી રિફ્રેશ કરો. આ સિવાય તમારા બ્રાઉઝરની કૂકીઝ અને કેચ ક્લિયર કરો.

404 જ કેમ?

ઘણા લોકો આ પ્રશ્નનો જવાબ શોધે છે કે, Error કોડ બતાવવા માટે 404 નંબર શા માટે પસંદ કરવામાં આવ્યો હતો. તો આ પ્રશ્ન હજી પણ એક રહસ્ય છે કારણ કે, આજ સુધી કોઈ ચોક્કસ જવાબ મળ્યો નથી, પરંતુ તમને આ સંખ્યા પાછળ ઘણી થિયોરી મળશે.

આ સમાચાર શેર કરો