Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : VinFast overtakes Tesla in India, makes a name for itself with electric cars

VIDEO: Auto News / ભારતમાં Teslaથી આગળ નીકળી VinFast, ઇલેક્ટ્રિક કારથી બનાવી ઓળખ; જાણો અમેરિકન કંપનીને કેવી રીતે આપી માત?

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ એલન મસ્કની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની ટેસ્લા (Tesla) ભારતમાં વિયેતનામની વિનફાસ્ટ (VinFast) સામે પાછળ પડતી દેખાય રહી છે. બંને કંપનીઓએ લગભગ એક જ સમયે ભારતીય બજારમાં પગ મૂક્યો હતો. બંનેનું વેચાણ સપ્ટેમ્બર 2025થી શરૂ થયું હતું, પરંતુ વેચાણની બાબતમાં વિનફાસ્ટ આશરે 10 ગણી આગળ નીકળી ગઈ છે. એક અહેવાલ મુજબ, ટેસ્લાએ ભારતમાં અત્યાર સુધીમાં માત્ર 383 ઇલેક્ટ્રિક વાહનો વેચ્યા છે. જ્યારે વિનફાસ્ટએ આશરે 3,568 વાહનોનું વેચાણ કર્યું છે, જે ટેસ્લાની સરખામણીએ લગભગ 10 ગણું વધારે છે.

App Store

વર્ષ 2025ની ફેસ્ટિવ સીઝનમાં પહેલીવાર વિનફાસ્ટે ટેસ્લા પર સરસાઈ મેળવી હતી. સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન વિનફાસ્ટે કુલ 137 કાર વેચી હતી, જ્યારે ટેસ્લાનું વેચાણ 109 કારનું રહ્યું હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)ના આંકડા અનુસાર, વિનફાસ્ટે ઓક્ટોબર 2025થી આગળ વધવાનું શરૂ કર્યું હતું. ટેસ્લાએ સપ્ટેમ્બરમાં 69 અને ઓક્ટોબરમાં 40 કારનું વેચાણ કર્યું હતું. જ્યારે વિનફાસ્ટે સપ્ટેમ્બરમાં 6 અને ઓક્ટોબરમાં 131 કાર વેચી હતી.

ભારતમાં આ રીતે વિનફાસ્ટે પકડી રફતાર

ભારતના EV બજારમાં સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી બાબત ટેસ્લાનું ઓછું વેચાણ નથી, પરંતુ વિનફાસ્ટની ઝડપી રફતાર છે. બંને વિદેશી કંપનીઓએ ભારતમાં ઘણી આશાઓ સાથે એન્ટ્રી કરી હતી, પરંતુ બંનેની સફર તદ્દન અલગ રહી. વિનફાસ્ટે આવતાની સાથે જ બજાર પર ઝડપથી પકડ બનાવી લીધી, જ્યારે ટેસ્લા હજુ પણ પોતાનું સ્થાન મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. સવાલ એ છે કે આખરે વિનફાસ્ટે એવી કઈ રણનીતિ અપનાવી, જેનાથી તે ટેસ્લા કરતાં પણ આગળ નીકળી ગઈ?

વિનફાસ્ટે સીધી કાર આયાત (ઇમ્પોર્ટ) કરવાને બદલે ભારતમાં લોકલ મેન્યુફેક્ચરિંગ (સ્થાનિક ઉત્પાદન) પર ભાર મૂક્યો. કંપની સમજી ગઈ હતી કે ભારતમાં સ્થાનિક સ્તરે ગાડીઓ બનાવવી વધુ ફાયદાકારક છે. આ જ કારણે કંપનીએ તમિલનાડુમાં પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો.

આનાથી કંપનીને ભારે ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત વેરો) બચાવવામાં મદદ મળી અને તે પોતાની કારની કિંમત ઓછી રાખવામાં સફળ રહી. કંપનીની VF6 ની કિંમત 17.29 લાખ રૂપિયા, VF7 ની 21.89 લાખ રૂપિયા અને VF MPV 7 ની કિંમત 24.49 લાખ રૂપિયા રાખવામાં આવી. બીજી તરફ ટેસ્લાએ આયાત મોડલ અપનાવ્યું અને પોતાની લોકપ્રિય 'Model Y' ને આશરે 60 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરી.

ભારતમાં 15 થી 30 લાખ રૂપિયા વાળું EV માર્કેટ સૌથી ઝડપથી વધી રહ્યું છે અને આ જ સેગમેન્ટમાં કંપનીઓ સૌથી વધુ વેચાણ કરી રહી છે. ઉદાહરણ તરીકે, મહિન્દ્રાએ છેલ્લા આઠ મહિનામાં 32,092 EV વેચી છે.

વિનફાસ્ટે સાબિત કરી દીધું છે કે સાચી રણનીતિ સાથે બજારમાં મોડા ઉતરવું પણ નુકસાનનો સોદો નથી હોતો. બીજી તરફ, ભારતમાં ટેસ્લા પાસે હાલમાં માત્ર 5 સુપરચાર્જર છે. આવા સંજોગોમાં મજબૂત ચાર્જિંગ નેટવર્ક વિના માત્ર મોટા બ્રાન્ડ્સના નામના ભરોસા પર સફળતા મેળવવી સરળ માનવામાં આવતી નથી.