મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

માર્કેટમાં ચાલી રહ્યો છે આ નવો સ્કેમ, ધ્યાન રાખજો નહીં તો બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જશે

ટ્રાફિક ચલણના નામે હવે લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરવામાં આવી ર

માર્કેટમાં ચાલી રહ્યો છે આ નવો સ્કેમ, ધ્યાન રાખજો નહીં તો બેન્ક એકાઉન્ટ ખાલી થઈ જશે

ટ્રાફિક ચલણના નામે હવે લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરવામાં આવી રહ્યા છે. આ માટે દિલ્હી પોલીસ દ્વારા હાલમાં જ લોકોને ખોટા ટ્રાફિક ચલણના સ્કેમથી બચીને રહેવા માટે વિનંતી કરવામાં આવી છે. આ માટે યુઝરને ખોટા ચલણ મોકલવામાં આવે છે અને તેમને લૂંટવાના પ્રયત્ન કરવામાં આવે છે. આ માટે RTO CHALLAN.apk ઍપ્લિકેશન ડાઉનલોડ કરી પેમેન્ટ કરવા માટે કહેવામાં આવે છે.

આ રીતે થાય છે ફિશિંગ સ્કેમ

છેતરપિંડી કરનારા દ્વારા હવે નવો ફિશિંગ સ્કેમ શરૂ કરવામાં આવ્યો છે. તેઓ યુઝરને લિંક મોકલીને તેમની માહિતી ચોરી કરે છે. તેઓ ડિવાઇસમાં મેલવેર દાખલ કરીને એનું રિમોટ એક્સેસ લઈ લે છે અને ત્યાર બાદ બૅન્ક એકાઉન્ટ ખાલી કરી નાખે છે. હાલમાં ઘણાં યુઝર્સને આ પ્રકારના ચલણના મેસેજ મોકલવામાં આવી રહ્યાં છે. આ મેસેજમાં એક ચોક્કસ ચલણની રકમનો પણ સમાવેશ કરવામાં આવે છે અને એની સાથે વાહનનો રજિસ્ટ્રેશન નંબર પણ સામેલ હોય છે. તેથી મેસેજ એકદમ સાચો હોય એવું લાગે છે.

ચલણ વેરિફિકેશન કરવું

પોલીસ દ્વારા લોકોને ચેતવવામાં આવ્યા છે કે આ પ્રકારના સ્કેમથી દૂર રહેવું. મોટા દંડથી બચવા માટે યુઝર તરત લિંક પર ક્લિક કરીને નાના દંડનું પેમેન્ટ કરી દે છે. જોકે જેવી લિંક પર ક્લિક કરવામાં આવે કે સ્કેમ કરનારને ડિવાઇસનું એક્સેસ મળી જાય છે.

આ માટે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ ચલણને પહેલાં વેબસાઇટ પર જઈને ચેક કરવું. જો યુઝરના નામ પર કોઈ ચલણ આવ્યું હોય તો એ વેબસાઇટ પર જોઈ શકશે. મેસેજથી ડરીને તરત પેમેન્ટ કરવાની જરૂર નથી. કોઈ પણ રાજ્યની પોલીસ વાહન ચાલકને ચલણ માટે ઍપ્લિકેશન નથી મોકલતી અથવા તો એને ડાઉનલોડ કરવા માટેની લિંક.

એરપ્લેન મોડ પર ફોન મૂકી દેવો

આ વિશે એક્સપર્ટનું કહેવું છે કે, યુઝરને ડિવાઇસમાં કોઈ પણ શંકાસ્પદ ઍપ્લિકેશન દેખાઈ કે તરત જ મોબાઇલ એરપ્લેન મોડ પર મૂકી દેવો. એરપ્લેન પર મૂકી દેવાથી કોઈ પણ કોમ્યુનિકેશન નહીં થાય આથી બૅન્ક એકાઉન્ટ ખાલી થતાં બચી જશે. ત્યાર બાદ તરત ઍપ્લિકેશન ડિલીટ કરવી અથવા તો કોઈ ફાઇલ શંકાસ્પદ લાગે તો એને ડિલીટ કરવી.

એક વાર મોબાઇલ બરાબર ચેક કરી લેવો. ત્યાર બાદ મોબાઇલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ અથવા તો ફાઇલ ન દેખાય તો તરત પાસવર્ડ બદલી કાઢવો. અનનોન સોર્સ દ્વારા ફાઇલ ઇન્સ્ટોલેશનનું ફીચર બંધ રાખવું. પ્લે પ્રોટેક્ટ મોડને ઓન રાખવું. કોઈ પણ સાયબર ક્રાઇમને લગતી ઘટના થાય અથવા તો કરવાના પ્રયત્નો કરવામાં આવે તો સીધું 1930 નંબર પર ફોન કરવો.

આ સમાચાર શેર કરો