મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Alert: આ નકલી ટ્રેડિંગ એપ કરી શકે છે ફ્રોડ, સરકારી સાયબર એજન્સીએ આપી ચેતવણી

ડિજિટલ દુનિયા નકલી એપ્સથી ભરેલી છે. આ એપ્સની મદદથી દરરોજ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. આ એપ્સ એવી રીતે તૈયાર કર

Alert: આ નકલી ટ્રેડિંગ એપ કરી શકે છે ફ્રોડ, સરકારી સાયબર એજન્સીએ આપી ચેતવણી

ડિજિટલ દુનિયા નકલી એપ્સથી ભરેલી છે. આ એપ્સની મદદથી દરરોજ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. આ એપ્સ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ છેતરાઈ શકે. આજકાલ દરેક વ્યક્તિ ટ્રેડિંગ માટે પાગલ છે અને સાયબર છેતરપિંડી કરનારાઓ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. હવે આવી જ એક ટ્રેડિંગ એપની ઓળખ કરવામાં આવી છે જે નકલી છે.

AMBL Pro નામથી એપ સ્ટોર પર લિસ્ટેડ છે એપ

એએમબીએલ પ્રો એપલના એપ સ્ટોર પર લિસ્ટ કરવામાં આવી છે. એપના ડિસ્ક્રિપ્શન સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે આ આદિત્ય બિરલા ગ્રુપની એપ છે જેના દ્વારા તમે ટ્રેડિંગ કરી શકો છો. આ એપના સ્ક્રીનશોટમાં સેન્સેક્સ અને નિફ્ટી જોઈ શકાય છે.

સાયબર દોસ્તે આપી ચેતવણી

સરકારી સાયબર એજન્સી સાયબર દોસ્તે AMBL Pro વિશે ચેતવણી આપી છે. સાયબર દોસ્તે X પર પોતાની એક પોસ્ટમાં કહ્યું છે કે AMBL Pro એક નકલી એપ છે જે Appleના એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપને ડાઉનલોડ ન કરો અને ન તો કોઈપણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન કરો. આ એપ તમને ભારે આર્થિક નુકસાન પહોંચાડી શકે છે.

આ સમાચાર શેર કરો