iPhone 16 Series First Sale: વહેલી સવારથી જ લાંબી લાઈનોમાં ભીડ ઉમટી, ખરીદદારોનો ઉત્સાહ અલગ
iPhone 16 સિરીઝ પોપ્યુલર થતાં જ એપલના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં BKC (બાંદ્રા કુર

iPhone 16 સિરીઝ પોપ્યુલર થતાં જ એપલના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં BKC (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) સ્થિત ભારતના પ્રથમ એપલ સ્ટોરની બહાર સવારથી જ મોટી ભીડ એકઠી થઈ હતી. આઇફોન 16 સિરીઝની પ્રથમ ઝલક મેળવવા અને તેને ખરીદવા માટે દરેક જણ ઉત્સુક દેખાતા હતા.
આ Apple સ્ટોર એપ્રિલ 2023 માં લોન્ચ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તે મુંબઈના મુખ્ય આકર્ષણોમાંનું એક બની ગયું છે. iPhone 16 સિરીઝના વેચાણની શરૂઆતના સમાચાર આવતાની સાથે જ ગ્રાહકો તેના નવા ફોન ખરીદવા માટે સ્ટોરની બહાર લાઈન લગાવવા લાગ્યા.
iPhone 16 શ્રેણીની કિંમત
iPhone 16 સિરીઝના ચાર મોડલ ઉપલબ્ધ થશે, Apple iPhone 16ની કિંમતની વાત કરીએ તો તેની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે, તમને iPhone 16 Plus 89,900 રૂપિયામાં મળશે. જો તમે iPhone 16 Pro ખરીદવા માંગો છો, તો તમારે તેના માટે 1,19,900 રૂપિયાનું બજેટ તૈયાર કરવું પડશે. આ સિવાય iPhone 16 Pro Max માટે 1,44,900 રૂપિયાનું બજેટ બનાવવું પડશે.
iPhone 16 સિરીઝના ફીચર્સ
આઇફોન 16 સીરીઝમાં એડવાન્સ્ડ કેમેરા ફીચર્સ, પ્રોસેસર અને બેટરી લાઇફને લઇને ઘણા બધા અપડેટ કરવામાં આવ્યા છે, જેના કારણે આ ફોન પહેલા કરતા વધુ પાવરફુલ અને ઝડપી બન્યો છે.
એપલ સ્ટોરની બહારનું વાતાવરણ
મુંબઈમાં એપલ સ્ટોરની બહારનું દ્રશ્ય કોઈ મોટી ઘટના જેવું હતું. સવારથી જ લોકો લાંબી લાઈનોમાં ઉભા જોવા મળ્યા, સ્ટોરના દરવાજા ખુલતાની સાથે જ લોકોમાં iPhone 16 ખરીદવા માટે દોડધામ થઈ ગઈ હતી. ભીડને નિયંત્રિત કરી શકાય તે માટે સ્ટોરની અંદર અને બહાર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. એપલના ચાહકોમાં આ સિરીઝ પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ જોઈને સ્પષ્ટ છે કે iPhone 16 સિરીઝ ભારતીય માર્કેટમાં પણ મોટી સફળતા હાંસલ કરશે.








