મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

માત્ર 15 મિનિટ ચાર્જ કરવા પર મળશે 150 kmની એવરેજ! Tataએ લૉન્ચ કરી ધાંસુ electric car

Tata Curvv ev Price Features Range: Tata Motorsએ તેની સૌથી સ્ટાઇલિશ કાર Tata Curve EV ભારતીય બજારમાં લોન

માત્ર 15 મિનિટ ચાર્જ કરવા પર મળશે 150 kmની એવરેજ! Tataએ લૉન્ચ કરી ધાંસુ electric car

Tata Curvv ev Price Features Range: Tata Motorsએ તેની સૌથી સ્ટાઇલિશ કાર Tata Curve EV ભારતીય બજારમાં લોન્ચ કરી છે. ટાટા મોટર્સની પ્રથમ ઇલેક્ટ્રિક એસયુવી કૂપે સ્ટાઇલિશ લુક, ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ, પાવરફુલ બેટરી, સારી રેન્જ અને જબરદસ્ત સેફ્ટી ફીચર્સ સાથે રજૂ કરવામાં આવી છે.

માત્ર 8.6 સેકન્ડમાં 0-100 kmphની સ્પીડ અને 160 kmphની ટોપ સ્પીડ સાથે પેનોરેમિક સનરૂફ, 360 ડિગ્રી કેમેરા, 500 લિટર બૂટ સ્પેસ અને 35 લિટર ફ્રન્ટ સ્ટોરેજ સ્પેસ, ઇલેક્ટ્રિક SUV કૂપેની સિંગલ ચાર્જ રેન્જ 585 કિલોમીટર સુધી છે. આવો, અમે તમને Tata Curve EV ની કિંમત અને સુવિધાઓ વિશે વિગતવાર જણાવીએ.

વેરિયન્ટ અને પ્રાઈસ

Tata Curve EV ક્રિએટિવ 45 kWh બેટરી બેક વેરિઅન્ટની કિંમત - રૂ. 17.49 લાખ
Tata Curve EV Accomplished 45 kWh બેટરી પેક વેરિઅન્ટની કિંમત – રૂ. 18.49 લાખ
Tata Curve EV Accomplished Plus S 45 kWh બેટરી પેક વેરિઅન્ટની કિંમત - રૂ. 19.29 લાખ
Tata Curve EV Accomplished 55 kWh બેટરી પેક વેરિઅન્ટની કિંમત - રૂ. 19.25 લાખ
Tata Curve EV Accomplished Plus S 55 kWh બેટરી પેક વેરિઅન્ટની કિંમત – રૂ. 19.99 લાખ
Tata Curve EV Empowered Plus 55 kWh બેટરી પેક વેરિઅન્ટની કિંમત - રૂ. 21.25 લાખ
Tata Curve EV એમ્પાવર્ડ પ્લસ A વેરિઅન્ટની કિંમત – રૂ. 21.99 લાખ
આ તમામ એક્સ-શોરૂમ કિંમતો છે.

ટાટા કર્વ ઈવી

Tata Curve EVના લુક અને વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તેમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, સિગ્નેચર વેલકમ અને ગુડબાય LED બાર, LED DRL, ફ્લશ ડોર હેન્ડલ્સ, 18-ઇંચ એલોય વ્હીલ્સ, સિક્વેન્શિયલ LED ટર્ન ઇન્ડિકેટર્સ, 12.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટો, મલ્ટી ડ્રાઇવ મોડ, મલ્ટી મૂડ એમ્બિયન્ટ લાઇટિંગ, લાર્જ પેનોરેમિક સનરૂફ, જેસ્ચર કંટ્રોલ બૂટ, 360 ડિગ્રી કેમેરા અને લેવલ 2ના 20થી વધુ ADAS ફીચર્સ અને ઘણા બધા સ્ટાન્ડર્ડ અને સેફ્ટી ફીચર્સ ટાટા કર્વ EVને એક ખાસ કાર બનાવે છે. Tata Curve EV માત્ર 15 મિનિટના ચાર્જ પર 150 કિલોમીટર સુધી ડ્રાઇવ કરી શકશે.

આ સમાચાર શેર કરો