કારની આ રીતે સંભાળ રાખો, નહીં તો લાગી જશે કાટ, ચૂકવવી પડશે ભારે કિંમત
જ્યારે કાર સારી સ્થિતિમાં હોય ત્યારે જ કાર ચલાવવાનું સારું લાગે છે. આ માટે સમયાંતરે કારની સર્વિસ કરાવવી પણ જરૂર

જ્યારે કાર સારી સ્થિતિમાં હોય ત્યારે જ કાર ચલાવવાનું સારું લાગે છે. આ માટે સમયાંતરે કારની સર્વિસ કરાવવી પણ જરૂરી છે. જો કારને યોગ્ય સમયે સર્વિસ કરવામાં ન આવે, તો કારના પાર્ટ્સ જલ્દી ખરાબ થવા લાગે છે અને તમારી કાર સારી રીતે કામ કરી શકશે નહીં. કારને લાંબા સમય સુધી સારી સ્થિતિમાં રાખવા માટે કઈ મહત્ત્વની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
યોગ્ય સમયે કારના ટાયરની તપાસ કરવી
કારના ટાયરની નિયમિત તપાસ કરવી જોઈએ. કારના ટાયરમાં ભરેલી હવાને ટાયર પ્રેશર ચેકિંગ ડિવાઇસથી ચેક કરવી જોઈએ. જ્યારે કારના ટાયરને નુકસાન થાય છે, ત્યારે તેને તાત્કાલિક બદલવું જોઈએ. ખરાબ ટાયરના ઉપયોગથી અકસ્માત થવાનો ભય રહે છે.
ફ્લૂડ લેવલ તપાસો
વાહન ચલાવતી વખતે વાહન વધુ ગરમ ન થાય તેની ખાતરી કરવા માટે ફ્લૂડ લેવલ યોગ્ય છે તે મહત્ત્વનું છે. કારમાં કોઈપણ પ્રકારનું ફ્લૂડ લીક થવાથી વાહનની કામગીરી પર અસર પડી શકે છે. બધા ફ્લૂડને તપાસવા ઉપરાંત વિન્ડશિલ્ડ વોશરને તપાસવાનું ભૂલશો નહીં. જો તમે આવું ન કરો તો, તમારી કારની વિન્ડશિલ્ડ પર સ્ટેન દેખાઈ શકે છે.
ઓઇલ અને કારની બ્રેક તપાસો
કારમાં નાખવામાં આવતા પેટ્રોલ અને ડીઝલના સ્તરને નોંધપાત્ર રીતે નીચે ન જવા દો. કારમાં ઓઇલ ઓછું થવાથી એન્જિન પર અસર થાય છે. તેમજ એન્જિન તેલ પણ સમય સમય પર બદલવું જોઈએ. સલામત રીતે વાહન ચલાવવા માટે કારની બ્રેક સારી સ્થિતિમાં હોવી જરૂરી છે. જો બ્રેક લગાવતી વખતે તેમાંથી અવાજ આવે છે, તો મોડું ન કરો, બ્રેક્સ તરત જ બદલી નાખો.






