WhatsApp એકાઉન્ટ બેન થઈ ગયું હોય તો આવી રીતે કરી શકો છો રિસ્ટોર, બસ ફોલો કરો આ સ્ટેપ્સ
WhatsApp એ IT નિયમો 2021 હેઠળ માર્ચમાં લગભગ 80 લાખ ભારતીય એકાઉન્ટ બેન કર્યા છે. આવી સ્થિતિમાં, જો તમારું એકાઉન્ટ

WhatsApp એ IT નિયમો 2021 હેઠળ માર્ચમાં લગભગ 80 લાખ ભારતીય એકાઉન્ટ બેન કર્યા છે. આવી સ્થિતિમાં, જો તમારું એકાઉન્ટ પણ બેન થઈ ગયું છે, તો તમે તેને રિસ્ટોર કરી શકો છો. વોટ્સએપ પર ખોટા રિપોર્ટને કારણે ક્યારેક તમારું એકાઉન્ટ બેન થઈ શકે છે.
અહીં અમે તમને જણાવીશું કે ભૂલથી બેન થઈ ગયેલા WhatsApp એકાઉન્ટને કેવી રીતે રિસ્ટોર કરી શકાય છે. અહીં અમે તમને બે પદ્ધતિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો તેના વિશે જાણીએ.
ફરીથી ઇન્સ્ટોલ કરો
- સૌથી પહેલા તમારા ફોનમાંથી WhatsApp ડિલીટ કરો.
- પછી એપ સ્ટોર પરથી એપ ફરીથી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો.
- આ પછી, 3-6 અંકના સિક્યોરિટી કોડનો ઉપયોગ કરીને WhatsApp પર તમારો નંબર રજીસ્ટર કરો.
જો કે આ પદ્ધતિ હંમેશા કામ કરતી નથી, આવી સ્થિતિમાં તમે તમારા WhatsApp એકાઉન્ટના રીવ્યુ માટે રિક્વેસ્ટ સબમિટ કરી શકો છો.
WhatsApp રીવ્યુ માટે રિક્વેસ્ટ કરો
- સૌથી પહેલા તમારું WhatsApp એકાઉન્ટ ખોલો.
- આ પછી તમારો BAN નંબર દાખલ કરો અને નેક્સ્ટ પર ટેપ કરો.
- 'આ પછી સપોર્ટ પર ટેપ કરો અને 6 અંકનો વેરિફિકેશન કોડ દાખલ કરો.
- હવે, રીવ્યુ એપ્લિકેશન ભરો અને કેટલીક સહાયક માહિતી અપલોડ કરો.
- રીવ્યુ કર્યા પછી, જો તમારું એકાઉન્ટ બુલથી બેન થઈ ગયું હશે તો તે રિસ્ટોર થઈ જશે.






