Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Smartphone users will get security cover against cyber fraud

Tech News: સાયબર ઠગાઈ સામે સ્માર્ટફોન યુઝર્સને મળશે સુરક્ષા કવચ, UPI અને OTP ફ્રોડથી મળશે રાહત

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Tech News: સાયબર ઠગાઈ સામે સ્માર્ટફોન યુઝર્સને મળશે સુરક્ષા કવચ, UPI અને OTP ફ્રોડથી મળશે રાહત
સોર્સ : GSTV

આજના ડિજિટલ યુગમાં જ્યાં બેંકિંગ અને વ્યક્તિગત ડેટા આંગળીના ટેરવે છે, ત્યાં સાયબર ઠગોનું જોખમ પણ ઘણું વધી ગયું છે. આજે ઘણાં યુઝર્સ ફોનમાં વાયરસ, UPI ફ્રોડ અને OTP ચોરી જેવી સમસ્યાઓથી પરેશાન છે. જોકે હવે એનાથી ગભરાવાની જરૂર નથી. ભારત સરકારે મોબાઇલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક ખાસ સરકારી એપ રજૂ કરી છે, જે તમારા સ્માર્ટફોન માટે સુરક્ષા કવચની જેમ કામ કરશે. આવો આ એપ વિશે વિગતે જાણીએ…

App Store

ફોનની સુરક્ષા માટે સરકારી એપ

મેલવેર, સ્પાયવેર, UPI ફ્રોડ અને OTP ચોરી જેવી પ્રવૃત્તિઓ ફોનમાં હિડન રીતે ચાલતી હોય છે અને યુઝરને ત્યારે ખબર પડે છે જ્યારે નુકસાન થઈ ચૂક્યું હોય છે. આ જોખમોથી બચાવવા માટે ભારત સરકારે MKavach2 એપ્લિકેશન વિકસાવી છે. આ એક મોબાઇલ સુરક્ષા સોલ્યુશન છે, જે ખાસ કરીને ભારતીય યુઝર્સ માટે ડિઝાઇન કરાયું છે. આ એપ સતત ડિવાઇસની સુરક્ષા મોનિટર કરે છે અને સંભવિત ખતરાઓને ઓળખીને યુઝરને એલર્ટ આપે છે, જેથી સમયસર પગલાં લઈ શકાય.

આ એપના મુખ્ય ફીચર્સ:

1. સિક્યોરિટી એડવાઇઝર: આ એપ સમગ્ર ફોનનું સ્ટેટસ ચેક કરે છે અને અનસેફ સેટિંગ્સ અને અજાણી સોર્સ જેવી કમજોરીઓ વિશે યુઝર્સને માહિતી આપે છે.

2. થ્રેટ એનાલાઇઝર: મશીન લર્નિંગની મદદથી ફોનમાં છુપાયેલા ખતરનાક એપ્સને શોધી કાઢે છે.

3. હિડન અને બેન એપ ડિટેક્શન: ફોનમાં છુપાયેલા અથવા સાઇડ-લોડેડ બેન એપ્સને શોધીને યુઝરને ચેતવણી આપે છે.

4. એડવેર સ્કેનર: અજાણી જાહેરાતવાળા એપ્સને સ્કેન કરીને એલર્ટ આપે છે.

5. એપ અપડેટ ચેકર: જે એપ્સ અપડેટ થયેલા નથી તેની યાદી બતાવે છે.

6. એપ વેરિફાયર: અસલી અને નકલી એપ્સની ઓળખ કરવામાં મદદ કરે છે.

કેમ ખાસ છે આ એપ?

ભારત સરકારની MKavach2 એપ ખાસ છે કારણ કે તે પ્રાઇવસી-ફ્રેન્ડલી છે. આ એપ ક્યારેય વ્યક્તિગત ડેટા એકત્રિત કરતી નથી અને તમારી સુરક્ષા જાળવી રાખે છે. આથી આ એપના ફીચર્સને ધ્યાનમાં રાખવામાં આવે તો આ એપ્લિકેશન ખૂબ જ મહત્ત્વની છે.

એપ કેવી રીતે કામ કરે છે?

MKavach2 એપ ફોનના બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે અને સતત સ્કેનિંગ કરે છે. માત્ર જોખમી પ્રવૃત્તિ જણાય ત્યારે જ યુઝરને નોટિફિકેશન આપે છે.

એપ કેવી રીતે ડાઉનલોડ કરશો?

MKavach2 એપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઓફિશિયલ Google Play Store પરથી ડાઉનલોડ કરી શકાય છે. ધ્યાન રાખો કે આ એપ ફક્ત ભારતીય યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. એપલ યુઝર્સ માટે આ એપ હજી ઉપલબ્ધ નથી.