Tata Motorsની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારો, ઓછી કિંમતમાં મેળવો બજેટ ફ્રેન્ડલી ગાડી

ટાટા મોટર્સ વર્તમાન સમયમાં દેશમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક કાર વેચતી કંપની છે. કંપનીએ EVs ને વધુ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે બેટરી-એઝ-એ-સર્વિસ (BaaS) પ્રોગ્રામ રજૂ કર્યો છે. આ યોજના હેઠળ ખરીદદારો કારની કિંમતમાંથી બેટરીનો ખર્ચ અલગ રાખીને શરૂઆતી ખર્ચ ઓછો કરી શકે છે અને બેટરીનું ચૂકવણું વપરાશના આધારે (લગભગ ₹2.6 પ્રતિ કિમી) કરે છે. આનાથી ઇલેક્ટ્રિક કારો પેટ્રોલ-ડીઝલ મોડેલની નજીક પહોંચી ગઈ છે.
Tata Tiago EV અને Tata Punch EV આ સ્કીમ સાથે આવતા બે સૌથી અફોરડેબલ મોડેલ છે. ટિયાગો ઇવી હેચબેક સેગમેન્ટમાં સૌથી પોસાય તેવો વિકલ્પ છે, જ્યારે પંચ ઇવી કોમ્પેક્ટ એસયુવી તરીકે વધુ રેન્જ અને ફીચર્સ ઓફર કરે છે. બંને મોડેલ અપડેટેડ ડિઝાઇન, બેસ્ટ ફીચર્સ, મજબૂત સેફ્ટી અને ઉત્તમ ચાર્જિંગ ક્ષમતા સાથે આવે છે. આ કારો શહેરોમાં રોજિંદી ડ્રાઇવિંગ માટે પરફેક્ટ છે અને રેન્જ એંગ્ઝાયટી ઓછી કરવામાં મદદ કરે છે. અહીં જાણો તેની કિંમતથી લઈને બેટરી, મોટર અને રેન્જની ડિટેલ વિશે.
Tata Tiago EV
BaaS વગર કિંમત ₹6.99 લાખ (Smart 19.2kWh) થી ₹9.99 લાખ (Creative+ 24kWh) સુધી છે. BaaS સાથે બેઝ વેરિઅન્ટ ₹4.69 લાખ + ₹2.6/કિમી થી શરૂ થાય છે. ડિઝાઇનમાં અપડેટેડ ફ્રન્ટ, સ્વીપ્ટ-બેક એલઇડી હેડલેમ્પ, કનેક્ટેડ ટેલ-લેમ્પ અને મોનોલિથિક લૂક છે. ઇન્ટિરિયર ડ્યુઅલ-ટોન (ગ્રે-બ્લેક) છે, જેમાં ફ્લોટિંગ 10.25 ઇંચ ટચસ્ક્રીન, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ફેબ્રિક અપહોલ્સ્ટરી અને રિયર એસી વેન્ટ્સ સામેલ છે.
ફીચર્સમાં વાયરલેસ Apple CarPlay/Android Auto, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, 360-ડિગ્રી કેમેરા, કનેક્ટેડ કાર ટેક અને વાયરલેસ ચાર્જર છે. સેફ્ટીમાં સ્ટાન્ડર્ડ 6 એરબેગ, ABS+EBD, ESC, હિલ-હોલ્ડ આસિસ્ટ અને TPMS છે. બેટરી 19.2kWh (61-62 hp, 110 Nm, 226 કિમી MIDC રેન્જ) અને 24kWh (75 hp, 114 Nm, 285 કિમી) છે. ડીસી ફાસ્ટ ચાર્જિંગથી 10-80% ચાર્જ માત્ર 35 મિનિટમાં થઈ જાય છે.
Tata Punch EV
BaaS વગર કિંમત ₹9.69 લાખ (Smart 30kWh) થી ₹12.59 લાખ (Empowered+S 40kWh) સુધી છે. BaaS થી બેઝ ₹6.49 લાખ + ₹2.6/કિમી માં ઉપલબ્ધ છે. ડિઝાઇનમાં રિવાઇઝ્ડ બમ્પર, એલઇડી ડીઆરએલ, ક્લીનર લૂક અને નવા કલર ઓપ્શન સામેલ છે. ઇન્ટિરિયર ડ્યુઅલ-ટોન, 10.25 ઇંચ ટચસ્ક્રીન અને ડિજિટલ ડિસ્પ્લે સાથે આવે છે. ફીચર્સમાં વાયરલેસ કનેક્ટિવિટી, વેન્ટિલેટેડ સીટ્સ (ટોપ), સનરૂફ, 360 કેમેરા, ક્રૂઝ કંટ્રોલ અને iRA કનેક્ટેડ ટેક છે.
સેફ્ટીમાં 6 એરબેગ, ESC, ABS, EPB, હિલ-હોલ્ડ/ડિસેન્ટ અને TPMS સ્ટાન્ડર્ડ છે. બેટરી 30 kWh (લગભગ 88 PS, 154 Nm, 365-375 કિમી ARAI) અને 40 kWh (129 PS, 468 કિમી ARAI) છે. 65 kW ડીસી ચાર્જિંગથી 20-80% ચાર્જ માત્ર 26 મિનિટમાં થઈ જાય છે. 40kWh પર લાઈફટાઈમ બેટરી વોરંટી પણ ઉપલબ્ધ છે.

