Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Nowadays, a refrigerator is an indispensable part of every kitchen.

Tech News : ફ્રિજ સાફ કરવાની સરળ રીત: વર્ષો જૂના ડાઘ અને દુર્ગંધ મિનિટોમાં થશે દૂર

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Tech News : ફ્રિજ સાફ કરવાની સરળ રીત: વર્ષો જૂના ડાઘ અને દુર્ગંધ મિનિટોમાં થશે દૂર
સોર્સ : GSTV

આજના સમયમાં દરેક ઘરના કિચનમાં ફ્રિજ એક અનિવાર્ય ભાગ બની ગયું છે. પરંતુ ઘણીવાર ફ્રિજ બહારથી સાફ દેખાતું હોવા છતાં, અંદરના ખૂણાઓમાં ગંદકી, ચીકાશ અને દુર્ગંધ જમા થઈ જતી હોય છે. ગંદા ફ્રિજમાં રાખેલો ખોરાક પણ જલદી બગડી જવાની શક્યતા રહે છે. જો તમારું ફ્રિજ પણ ગંદુ થઈ ગયું હોય, તો કેટલાક ઘરેલું નુસખાઓ દ્વારા તેને માત્ર 5 મિનિટમાં જ નવા જેવું ચમકાવી શકાય છે.

App Store

સફેદ વિનેગર

ફ્રિજની સફાઈ માટે સફેદ વિનેગર(White Vinegar) સૌથી ઉત્તમ વિકલ્પ છે. વિનેગરમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણ ગંદકી અને ચીકાશને મિનિટોમાં દૂર કરે છે. આ માટે પાણીમાં થોડું વિનેગર ભેળવી સ્પંજની મદદથી ફ્રિજના ખૂણેખૂણા સાફ કરી શકાય છે. તે ડાઘ દૂર કરવાની સાથે બદબૂ પણ મટાડે છે. 

બેકિંગ સોડા

તેવી જ રીતે, બેકિંગ સોડાનો ઉપયોગ પણ ખૂબ અસરકારક છે. બેકિંગ સોડાને નવશેકા પાણીમાં લીંબુના રસ અને વિનેગર સાથે ભેળવીને તેનાથી ફ્રિજની દીવાલો અને શેલ્ફ સાફ કરવાથી જીદ્દી ડાઘા સરળતાથી નીકળી જાય છે.

લીંબુ

ફ્રિજમાં તાજગી જાળવી રાખવા માટે લીંબુ કુદરતી ડિઓડોરાઈઝર તરીકે કામ કરે છે. ફ્રિજમાં લીંબુનો રસ અથવા તેના ટુકડા રાખવાથી તે ફ્રેશ રહે છે. 

બ્રેડનો ટુકડો

એક અનોખી ટિપ્સ મુજબ, બ્રેડનો ટુકડો ફ્રિજમાં રાખવાથી તે અંદરની ભેજ અને બદબૂને શોષી લે છે. આ ઉપરાંત, સફાઈ કરતા પહેલા ફ્રિજમાં રાખેલી બગડેલી વસ્તુઓને તરત બહાર ફેંકી દેવી જોઈએ, કારણ કે તે જ દુર્ગંધનું મુખ્ય કારણ હોય છે. 

ફ્રિજ સાફ કર્યા પછી તેને કોરા કપડાથી લૂછીને તેમાં અડધું કાપેલું લીંબુ અથવા બેકિંગ સોડા ભરેલો વાટકો રાખવાથી લાંબા સમય સુધી સુગંધિત તાજગી જળવાઈ રહે છે.