Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Bills will decrease even after using AC! 8 best tips to save electricity in summer

Tech News : AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Tech News : AC વાપરવા છતાં બિલ ઘટશે! ઉનાળામાં વીજળીની બચત કરવાની 8 બેસ્ટ ટિપ્સ
સોર્સ : GSTV

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ઘરોમાં વીજળીનો વપરાશ અને લાઈટ બિલમાં મોટો ઉછાળો જોવા મળતો હોય છે. ફ્રીજ, કુલર અને એસીની સાથે હવે ઇન્ડક્શનનો વપરાશ પણ વધ્યો છે. જો તમે પણ ઉનાળામાં આવતા મોંઘા લાઈટ બિલથી પરેશાન છો, તો તમારી કેટલીક નાની ભૂલો સુધારીને તમે બિલમાં મોટો ઘટાડો કરી શકો છો. 

App Store

1. લાઈટ ઇન્ડિકેટર દૂર કરો

ઘરના સ્વીચ બોર્ડમાં લાગેલા જૂના લાલ રંગના ઇન્ડિકેટર સતત 5 વૉટ વીજળી વાપરે છે. દરેક રૂમમાં આવા ઇન્ડિકેટર હોય તો તે બિનજરૂરી રીતે આખો દિવસ વીજળીનો વપરાશ કરે છે, જેને કઢાવી નાખવાથી બિલમાં રાહત મળે છે.

2. ટીવીને મેઈન સ્વીચથી બંધ કરો

ટીવીને માત્ર રિમોટથી બંધ કરવાની ભૂલ ન કરો. રિમોટથી બંધ કરવા પર ટીવી 'સ્ટેન્ડબાય મોડ' પર રહે છે અને અંદરની સર્કિટ વીજળી વાપરતી રહે છે. હંમેશા મુખ્ય સ્વીચથી પાવર બંધ કરવાની આદત પાડો.

3. એસી ફિલ્ટરની સફાઈ

એસીના ફિલ્ટરમાં ધૂળ જામી જવાથી કુલિંગ ઓછું થાય છે, જેના કારણે કમ્પ્રેસરને વધુ મહેનત કરવી પડે છે અને વીજળીનો વપરાશ વધે છે. ફિલ્ટર નિયમિત સાફ કરવાથી એસી ઝડપથી ઠંડક આપે છે અને બિલ ઓછું આવે છે.

4. ફ્રીજને વારંવાર ન ખોલો

ફ્રીજનું દરવાજો જેટલી વાર ખોલવામાં આવે, તેટલી અંદરની ઠંડક બહાર નીકળી જાય છે. ફરીથી તાપમાન જાળવવા માટે ફ્રીજને વધુ ઊર્જા વાપરવી પડે છે. જરૂર હોય ત્યારે જ ફ્રીજ ખોલવું જેથી વીજળીની બચત થાય.

5. પંખા અને કુલરનો મર્યાદિત ઉપયોગ

જો એસી ચાલતું ન હોય અને માત્ર કુલરનો ઉપયોગ કરતા હોવ, તો પણ લાંબા કલાકો સુધી એકસાથે ઘણા કુલર ચલાવવાથી બિલ વધી શકે છે. રૂમમાં હાજર ન હોવ ત્યારે પંખા અને કુલર બંધ રાખવા ખૂબ મહત્ત્વનું છે.

6. ઇલેક્ટ્રોનિક ડિવાઈસ પ્લગમાંથી કાઢો

મોબાઈલ ચાર્જર, લેપટોપ એડેપ્ટર કે અન્ય ઉપકરણો જો વાપરતા ન હોવ તો તેની સ્વીચ બંધ કરી પ્લગ કાઢી લેવો જોઈએ. સ્વીચ ચાલુ રાખવાથી તે 'ફેન્ટમ લોડ' તરીકે વીજળીનો વેડફાટ કરે છે.

7. ભારે ઉપકરણો એકસાથે ન ચલાવો

એસી અને ઇન્ડક્શન જેવા વધુ પાવર ખેંચતા ઉપકરણો એકસાથે ચલાવવાનું ટાળો. તેનાથી વીજળીના કનેક્શન પર લોડ વધે છે અને વાયરિંગ ગરમ થઈ શકે છે. વારાફરતી ઉપયોગ કરવાથી કનેક્શન સુરક્ષિત રહે છે.

8. નિર્ધારિત લોડ જાળવો

તમારા ઘરેલુ કનેક્શનની જે મર્યાદા (કિલોવૉટ) નક્કી કરેલી હોય, તેનાથી વધુ વીજળી વાપરવાથી પેનલ્ટી એટલે કે દંડ થઈ શકે છે. વધુ લોડને કારણે યુનિટના રેટ પણ બદલાઈ શકે છે, તેથી લોડ મેનેજમેન્ટ કરવું જરૂરી છે.