મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Tech: AIને કારણે જઈ રહી છે લોકોની રોજગારી, અમેરિકામાં લખો લોકોએ ગુમાવી નોકરી

આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (AI)ને કારણે ઉદ્યોગોમાં કામકાજની પદ્ધતિમાં આવી રહેલા ધરમૂળથી ફેર

Tech: AIને કારણે જઈ રહી છે લોકોની રોજગારી, અમેરિકામાં લખો લોકોએ ગુમાવી નોકરી

આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (AI)ને કારણે ઉદ્યોગોમાં કામકાજની પદ્ધતિમાં આવી રહેલા ધરમૂળથી ફેરબદલો અને કોસ્ટ કટિંગના કારણે અમેરિકન કંપનીઓ દ્વારા વર્તમાન વર્ષના ઓકટોબરમાં કર્મચારીઓની ખૂબ જ મોટી માત્રામાં છટણી કરી છે.

AIને કારણે અમેરિકામાં કર્મચારીઓની મોટી માત્રામાં છટણી

છટણીનો આંક  બે દાયકામાં આ ઓકટોબર મહિનાનો સૌથી ઊંચો રહ્યો છે. ગયા મહિને અમેરિકન કંપનીઓ દ્વારા કુલ 1,53,074 જોબ કટ્સની જાહેરાત કરાઈ હતી જે આંક ગયા વર્ષના ઓકટોબરની તુલનાએ લગભગ ત્રણ ગણો છે. એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું કે કર્મચારીઓની સૌથી વધુ છટણી ટેકનોલોજી અને વેરહાઉસિંગ ક્ષેત્રની કંપનીઓ દ્વારા કરવામાં આવી છે. 

2003ના ઓકટોબર બાદ ફરી એક વખત આ પરિસ્થિતિ

2003ના ઓકટોબર બાદ વર્તમાન વર્ષના ઓકટોબરમાં આ સૌથી મોટી છટણી છે. 2003માં સેલફોનમાં ક્રાંતિથી ટેલિકોમ ક્ષેત્રે મોટા ફેરબદલો જોવા મળ્યા હતા. કેટલીક કંપનીઓ જેમણે કોરોના કાળમાં મોટી ભરતી કરી હતી તેમાં તેઓ ઘટાડો કરી રહી છે પરંતુ ઓકટોબરની છટણી મોટે ભાગે AI, ગ્રાહક તથા કોર્પોરેટ ખર્ચમાં ઘટાડાને કારણે આવી પડી છે. જે લોકોને છૂટા કરવામાં આવ્યા છે તેમની માટે હાલમાં રોજગાર મેળવવાનું મુશકેલ જણાઈ રહ્યું છે જેને કારણે અમેરિકામાં લેબર માર્કેટ વધુ નબળુ જોવા મળશે. 

રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો હતો કે, વર્તમાન વર્ષમાં ઓકટોબર સુધીમાં રોજગારમાં કપાતનો આંક દસ લાખને પાર કરી ગયો છે. જ્યારે ભરતીની જાહેરાત 2011 બાદ સૌથી નીચી જોવ મળી છે.

આ સમાચાર શેર કરો