મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

TECH: હવે ઈન્ટરનેટ વગર પણ થઈ શકશે પેમેન્ટ! સરળતાથી કરી શકાશે પૈસાની લેવડદેવડ

UPI પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે એક સારા સમ

TECH: હવે ઈન્ટરનેટ વગર પણ થઈ શકશે પેમેન્ટ! સરળતાથી કરી શકાશે પૈસાની લેવડદેવડ

UPI પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે એક સારા સમાચાર છે. ઘણી વાર UPIનો ઉપયોગ કરતી વખતે એરર આવે છે. આ એરર ઇન્ટરનેટ કનેક્શન ન હોવાથી પણ આવી શકે છે. આથી હવે એક નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે અને એની મદદથી યુઝર્સ ઓફલાઇન પેમેન્ટ પણ કરી શકશે. એટલે કે મોબાઇલમાં ઇન્ટરનેટ નહીં હોય તો પણ હવે પેમેન્ટ કરી શકાશે. જોકે આ માટે એક પ્રોસેસ છે અને એ સ્ટેપ બાય સ્ટેપ એને કરવી જરૂરી છે. આ માટે USSD સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે.

UPIથી ઓફલાઇન પેમેન્ટ કેવી રીતે કરશો?

ઇન્ટરનેટ વગર ઓફલાઇન UPIનો ઉપયોગ કરવા માટે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે યુઝરનો મોબાઇલ બૅન્ક એકાઉન્ટ સાથે લિંક હોય. આ લિંક યુઝર બૅન્કમાં જઈને, ઓનલાઇન અથવા તો ઍપ્લિકેશનની મદદથી કરી શકે છે. આ માટે મોબાઇલ નંબર કનેક્ટ કરી UPI પિન સેટ કરવાનો રહેશે. ત્યાર બાદ નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • મોબાઇલ નંબર પરથી *99# ડાયલ કરવાનું રહેશે.

  • એક મેનૂ આવશે એમાં UPI સાથે જોડાયેલી દરેક સર્વિસ જોવા મળશે. ઉદાહરણ તરીકે પૈસા મોકલવા, પૈસા મેળવવા અને બેલેન્સ ચેક કરવું વગેરે વગેરે.

ત્યાર બાદ મોબાઇલ પર સેન્ડ મની વિકલ્પ પસંદ કરવો અને પેમેન્ટનો ઓપ્શન પસંદ કરવો. આ દ્વારા UPIથી મોબાઇલ નંબર, UPI આઇડી પર અને સીધા બૅન્ક એકાઉન્ટ નંબર પર પૈસા મોકલી શકાશે.

આ સમાચાર શેર કરો