Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Meta's big announcement, 'Instagram Plus' plan launched in India, this is the price

VIDEO: Tech News / મેટાની મોટી જાહેરાત, ભારતમાં લોન્ચ થયો 'ઇન્સ્ટાગ્રામ પ્લસ' પ્લાન, આટલી છે કિંમત

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મેટા  દ્વારા હવે 'ઇન્સ્ટાગ્રામ પ્લસ' (Instagram Plus) પેઇડ સબ્સ્ક્રિપ્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે, જેની ભારતમાં માસિક કિંમત ₹299 છે. આ પ્લાન હેઠળ યુઝર્સને કેટલાય નવા ફીચર્સ મળશે.

App Store

ઇન્સ્ટાગ્રામ પ્લસ પ્લાન અંતર્ગત યુઝર્સ અન્ય લોકોની સ્ટોરીઝ છૂપી રીતે પણ જોઈ શકશે. કંપનીએ થોડા દિવસો પહેલા જ પોતાની પોપ્યુલર એપ્સ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ  માટે નવા સબ્સ્ક્રિપ્શન પ્લાન્સ લોન્ચ કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પ્લસ હેઠળ યુઝર્સને એડિશનલ  ફીચર્સ, બહેતર ઇનસાઇટ્સ અને ઘણા એક્સક્લુઝિવ ફીચર્સ પણ મળશે. જોકે, સ્ટાન્ડર્ડ વર્ઝન પહેલાની જેમ જ મફતમાં ચાલતું રહેશે, પરંતુ જે યુઝર્સ એક્સ્ટ્રા અને એડવાન્સ ફીચર્સ મેળવવા માંગે છે, તેમણે દર મહિને ₹299 ચાર્જ ચૂકવવો પડશે.

સિક્રેટ રીતે જોઈ શકાશે સ્ટોરી

ઇન્સ્ટાગ્રામ પ્લસ હેઠળ ઘણા ખાસ ફીચર્સ સ્ટોરીઝ સાથે જોડાયેલા છે. આ પ્લાન અંતર્ગત યુઝર્સ સરળતાથી કોઈ અન્ય વ્યક્તિની સ્ટોરીનું 'સિક્રેટ પ્રિવ્યૂ' જોઈ શકશે. આ સાથે જ સબ્સ્ક્રાઇબર્સ એ પણ જાણી શકશે કે કેટલા લોકોએ તેમની સ્ટોરી ફરીથી જોઈ છે.

ઇન્સ્ટાગ્રામ પ્લસ હેઠળ સ્ટોરીનો સમયગાળો (ટાઇમ ડ્યુરેશન) 24 કલાકથી વધારીને 48 કલાક સુધીનો થઈ જાય છે. સાથે જ યુઝર્સ દર અઠવાડિયે એક સ્ટોરીને એક્સ્ટ્રા વિઝિબિલિટી (વધુ લોકો સુધી પહોંચાડવા) માટે 'સ્પોટલાઇટ' કરી શકે છે.

ઇન્સ્ટાગ્રામ પ્લસ સબ્સ્ક્રાઇબર્સ એ પણ જાણી શકશે કે તેમની સ્ટોરી જોનારા લોકોની લિસ્ટમાં જઈને તે કયું-કયું કન્ટેન્ટ જોઈ રહ્યા છે.

સ્પેશિયલ ઇમોજી અને સ્પેશિયલ ફોન્ટ્સ પણ મળશે

ઇન્સ્ટાગ્રામ પ્લસ હેઠળ યુઝર્સને 'એનિમેટેડ સુપર હાર્ટ રિએક્શન' મળશે, જેમાં ઇન્ટરેક્શન દરમિયાન સ્ક્રીન પર રંગબેરંગી એનિમેટેડ હાર્ટ જોવા મળશે. આ સાથે જ સબ્સ્ક્રાઇબર્સને ઇન્સ્ટાગ્રામ અને ક્રિએટર્સ માટે ડિઝાઇન કરાયેલા કસ્ટમ એપ આઇકન અને બાયો માટે સ્પેશિયલ ફોન્ટ્સનો એક્સેસ મળશે.

પ્રોફાઇલ પિન્સ ફીચર પણ મળશે

ઇન્સ્ટાગ્રામ પ્લસ હેઠળ બીજું એક ખાસ ફીચર 'પ્રોફાઇલ પિન્સ' મળશે, જેની મદદથી યુઝર્સ પોતાની પ્રોફાઇલ પર વધુમાં વધુ  છ પોસ્ટને પિન કરીને સૌથી જરૂરી પોસ્ટને ટોચ પર  રાખી શકશે.

ઇન્સ્ટાગ્રામ પ્લસ હેઠળ મળનારા ફીચર્સ:

  • સ્ટોરી રિવૉચ કાઉન્ટ: કેટલા લોકોએ સ્ટોરી ફરીથી જોઈ છે, તે જાણી શકાશે.

  • અનલિમિટેડ સ્ટોરી ઓડિયન્સ લિસ્ટ: ક્લોઝ ફ્રેન્ડ્સની જેમ જ અલગ-અલગ પ્રકારની ઘણી કસ્ટમ ઓડિયન્સ લિસ્ટ તૈયાર કરી શકાશે.

  • સિક્રેટ સ્ટોરી પ્રિવ્યૂ: કોઈ પણ વ્યક્તિની સ્ટોરી જોશો તો વ્યુઅર લિસ્ટમાં તમારું નામ દેખાશે નહીં.

  • 48 કલાક સુધી સ્ટોરીઝ: સ્ટોરીઝની ટાઇમલાઇન 24 કલાકને બદલે 48 કલાક માટે મળશે.

  • વીકલી સ્ટોરી સ્પોટલાઇટ: દર અઠવાડિયે એક સ્ટોરીને એડિશનલ વિઝિબિલિટી માટે પ્રમોટ કરી શકાશે.

  • સ્ટોરી વ્યુઅર સર્ચ: સ્ટોરી જોનારા લોકોની યાદીમાં કોઈ પણ ચોક્કસ વ્યક્તિને સર્ચ કરી શકાશે.