વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થયું ! Cloudflareને અસર થતાં એક સાથે અનેક વેબસાઇટ્સ બંધ
વિશ્વભરના સોશિયલ મીડિયા યુઝર્સ અચાનક ઇન્ટરનેટ આઉટેજનો સામનો કરી રહ્યા છે. જેમાં એક સાથે ઘણી વેબસાઇટ્સ ડાઉન

વિશ્વભરના સોશિયલ મીડિયા યુઝર્સ અચાનક ઇન્ટરનેટ આઉટેજનો સામનો કરી રહ્યા છે. જેમાં એક સાથે ઘણી વેબસાઇટ્સ ડાઉન થઈ જઈ છે. આ માટે કન્ટેન્ટ સર્વિસ પ્રોવાઇડર Cloudflareને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશે પોસ્ટ કરી રહ્યા છે. આઉટેજથી કેનવા અને ડાઉનડિટેક્ટર જેવી અસંખ્ય વેબસાઇટ્સ પ્રભાવિત થઈ છે, જેના લીધે ઘણા યુઝર્સને મહત્વપૂર્ણ કાર્યમાં ખલેલ પહોંચી છે.
યુઝર્સ પૂછી રહ્યા છે કે ઇન્ટરનેટ પર અસંખ્ય સર્વિસ ડાઉન કેમ છે. અસરગ્રસ્ત ઇન્ટરનેટ સર્વિસના લીસ્ટમાં અનેક મોટા નામ છે. જેમાં Groww અને Zerodha જેવા ટ્રેડિંગ પ્લેટફોર્મ પણ આઉટેજથી પ્રભાવિત થયા હતા. કેટલાક યુઝર્સને ઓનલાઈન પેમેન્ટ ચુકવણી કરવામાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
કંપનીએ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું
Cloudflare એ જણાવ્યું કે તે આ સમસ્યાની તપાસ કરી રહી છે અને તેના ડેશબોર્ડ અને એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API) ને ઠીક કરવા માટે કામ કરી રહી છે. કંપનીએ તેના સ્ટેટસ પેજ પર જણાવ્યું હતું કે ગ્રાહકો ડેશબોર્ડ અને Cloudflare વેબસાઇટ પર કેટલાક એરરના મેસેજ જોવા મળી રહ્યા છે. જે હવે ફિક્સ કરવામાં આવી રહ્યા છે.






