ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે લાવી રહ્યું છે અદ્ભુત ફીચર, હવે તમે પ્રોફાઈલમાં એડ કરી શકશો તમારું ફેવરીટ સોંગ
ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય એપ્લિકેશન છે. Tik Tokના પ્રતિબંધથી, આ પ્લેટફોર્મ યુઝર્સ માટે શોર્ટ

ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય એપ્લિકેશન છે. Tik Tokના પ્રતિબંધથી, આ પ્લેટફોર્મ યુઝર્સ માટે શોર્ટ વીડિયો બનાવવા અને ફોટો શેર કરવા માટેનું એક પ્રિય પ્લેટફોર્મ બની ગયું છે. સોશિયલ મીડિયાના યુગમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક તેનો ઉપયોગ કરી રહ્યા છે. કંપની તેના લાખો યુઝર્સની જરૂરિયાતો અને સુવિધા માટે તેમાં નવા ફીચર્સ લાવતી રહે છે. જો તમે પણ તેનો ઉપયોગ કરો છો તો તમને જલ્દી જ એક નવું ફીચર મળવા જઈ રહ્યું છે.
વાસ્તવમાં, લાંબા સમયની રાહ જોયા પછી, ઇન્સ્ટાગ્રામે તેના યુઝર્સ માટે એક શાનદાર ફીચર રજૂ કર્યું છે. ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર યુઝર્સને તેમની પ્રોફાઈલમાં સોંગ એડ કરવાની મંજૂરી આપશે. તમને જણાવી દઈએ કે આ ફીચર માટે મેટાની માલિકીની આ કંપનીએ પ્રખ્યાત સિંગર સબરીના કાર્પેન્ટર સાથે હાથ મિલાવ્યા છે.
કંપનીના જણાવ્યા અનુસાર, આ ફીચર ઇન્સ્ટાગ્રામ યુઝર્સના અનુભવને પહેલા કરતા સારો બનાવશે. આ ફીચરમાં યુઝર્સ તેમના ફેવરીટ સોંગને તેમની પ્રોફાઈલમાં એડ કરી શકશે. પ્રોફાઈલના બાયોમાં આ ગીત અન્ય યુઝર્સને દેખાશે. યુઝર્સ પાસે સોંગ એડ અને રીમૂવ કરવાનો વિકલ્પ હશે. અન્ય ઇન્સ્ટાગ્રામ યુઝર્સ પ્રોફાઈલ જોતી વખતે સોંગ પ્લે અને પોઝ કરી શકશે.
આ રીતે પ્રોફાઈલમાં એડ કરો સોંગ
જો તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો અને તમારી પ્રોફાઈલમાં સોંગ એડ કરવા માંગો છો, તો તમારે સૌથી પહેલા તમારી પ્રોફાઈલ પર જવું પડશે અને પ્રોફાઈલ એડિટ વિભાગમાં જવું પડશે. હવે તમારે ઈન્સ્ટાગ્રામની લાઈબ્રેરીમાં જઈને ગીત પસંદ કરવાનું રહેશે. તમે તમારા ફેવરીટ સોંગનો 30 સેકન્ડનો ભાગ તમારા બાયોમાં એડ કરી શકો છો. લાખો લોકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. કંપનીએ આ ફીચર રોલઆઉટ કર્યું છે. આ ફીચર તબક્કાવાર આવી રહ્યું છે તેથી તમારે કદાચ તેના માટે રાહ જોવી પડશે.






