મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

હવે કોઈ નહીં લઈ શકે તમારી Facebook પ્રોફાઈલનો સ્ક્રીનશોટ, સેટિંગ્સમાં કરો આ ફેરફાર

Facebook એ સૌથી જૂનું અને સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આજે ભલે લોકો ઇન્સ

હવે કોઈ નહીં લઈ શકે તમારી Facebook પ્રોફાઈલનો સ્ક્રીનશોટ, સેટિંગ્સમાં કરો આ ફેરફાર

Facebook એ સૌથી જૂનું અને સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આજે ભલે લોકો ઇન્સ્ટાગ્રામ પર વધુ સમય વિતાવે છે, પરંતુ એક સમયે ફેસબુકનો વધુ ઉપયોગ થતો હતો. જો કે, હજુ પણ એવા ઘણા લોકો છે જેઓ નવા લોકો સાથે કનેક્ટ થવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે. દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે લોકોને જોડવાનું તે એક શક્તિશાળી માધ્યમ છે. ઘણી બધી સુવિધાઓ સાથે તેના કેટલાક ગેરફાયદા પણ છે અને તે છે - પ્રાઈવસીની ચિંતા. આવી સ્થિતિમાં ફેસબુક પર પ્રાઈવસીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત લોકો સ્ક્રીનશોટ લઈને બીજાના ફોટાનો દુરુપયોગ કરે છે. આનાથી બચવું ખૂબ જ જરૂરી છે. તો આજે આ આર્ટીકલમાં, તમને ફેસબુકના તે સેટિંગ્સ વિશે જણાવીએ જેની મદદથી તમે તમારી પ્રોફાઈલ લોક કરી શકો છો.

પ્રાઈવસી જરૂરી છે

ઘણા લોકો તમને ફોલો કર્યા વિના અથવા તમારા ફ્રેન્ડ બન્યા વિના તમારી પ્રોફાઇલનો સ્ટોક કરવાનું શરૂ કરે છે. આ લોકો તમારા વિશે અપડેટ્સ મેળવવા માટે આવું કરે છે અને તે પણ તમારા ફ્રેન્ડ બન્યા વિના. તમે ક્યાં જઈ રહ્યા છો, શું કરી રહ્યા છો વગેરે તમામ માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. આમાંના ઘણા લોકો તમારા ફોટોના સ્ક્રીનશોટ લઈને તેનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે. આવા લોકોથી છૂટકારો મેળવવા માટે તમે તમારા ફેસબુક એકાઉન્ટ પર કેટલાક સેટિંગ્સ કરી શકો છો. આ કર્યા પછી, ફ્રેન્ડ લિસ્ટમાં રહેલા લોકો જ તમારી પ્રોફાઈલ જોઈ શકે છે.

ફોનથી આ રીતે લોક કરો પ્રોફાઈલ

  • આ માટે સૌથી પહેલા તમારા ફોનમાં ફેસબુક ઓપન કરો.
  • આ પછી, જમણા ખૂણે ત્રણ લાઈન પર ક્લિક કરો.
  • અહીં સેટિંગ્સ ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • એક નવું પેજ ખુલશે, અહીં ઓડિયન્સ એન્ડ વિઝીબીલીટીનો ઓપ્શન દેખાશે.
  • તેની નીચે પ્રોફાઈલ લોકિંગ ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
  • હવે, અહીં તમને Lock your profile નો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો અને તમારી પ્રોફાઈલને લોક કરો.
  • આમ કરવાથી તમારી ફેસબુક પ્રોફાઈલ લોક થઈ જશે.
  • આ પછી, કોઈ તમારી પ્રોફાઈલનો સ્ક્રીનશોટ નહીં લઈ શકે.

ડેસ્કટોપ યુઝર્સ આ રીતે લોક કરી શકે છે પ્રોફાઈલ 

  • આ માટે સૌથી પહેલા ક્રોમ બ્રાઉઝર પર તમારું ફેસબુક આઈડી ઓપન કરો.
  • હવે  તમારી પ્રોફાઇલ પર ક્લિક કરો.
  • અહીં તમને Add to Story અને Edit Profile ની બાજુમાં ડોટ મેનુ આઈકોન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • ક્લિક કરતાની સાથે જ લોક પ્રોફાઈલનો વિકલ્પ દેખાશે, તેના પર  ટેપ કરો.
  • હવે એક પોપ અપ દેખાશે, જ્યાં 'Lock your profile' મેસેજ પરના OK ઓપ્શન પર ક્લિક કરો.

આ સમાચાર શેર કરો