મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

માણસોની દિવસ-રાત રીલ્સ જોવાની આદતની કિંમત ચૂકવી રહી છે પૃથ્વી, અહીં જાણો કેવી રીતે

આજે ઈન્ટરનેટની સ્પીડ જેટલી વધુ હોય એટલી યુઝર્સને ઓછી પડી રહી છે. એક પછી એક કંપની વધુ સ્પી

માણસોની દિવસ-રાત રીલ્સ જોવાની આદતની કિંમત ચૂકવી રહી છે પૃથ્વી, અહીં જાણો કેવી રીતે

આજે ઈન્ટરનેટની સ્પીડ જેટલી વધુ હોય એટલી યુઝર્સને ઓછી પડી રહી છે. એક પછી એક કંપની વધુ સ્પીડમાં ઈન્ટરનેટ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહી છે. જોકે દિવસ-રાત રીલ્સ જોવાની કિંમત હવે પૃથ્વી ચૂકવી રહી છે કારણ કે એ માટે ઈન્ટરનેટની જરૂર પડે છે. આ માટે એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં એ વિશે માહિતી આપવામાં આવી છે.

ટેક્નોલોજી તરફ આગળ વધવામાં કુદરતથી દૂર

દુનિયાભરના દેશમાં કુદરતને પ્રેમ કરવા વિશે કહેવામાં આવે છે અને ભારત પણ એમાંથી બાકાત નથી. જોકે જેમ-જેમ વર્ષો પસાર થઈ રહ્યા છે તેમ-તેમ ટેક્નોલોજી વધી રહી છે. આ ટેક્નોલોજી વધવાની સાથે મનુષ્ય કુદરતથી દૂર થઈ રહ્યો છે. તે જ્યાં પણ જાય તેના મોબાઈલ વગર નથી રહી શકતો. કોઈપણ જગ્યાએ ગયો હોય તે જગ્યા કે ભોજનનો ફોટો અથવા વીડિયો તે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. જોકે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે કુદરતે કેટલું ભોગવવું પડે છે એનો કોઈને અંદાજો પણ નથી.

કેબલ દ્વારા પહોંચાડવામાં આવે છે ઈન્ટરનેટ

અંતરિક્ષમાંથી જ્યારે પૃથ્વીને જોવામાં આવે છે ત્યારે પૃથ્વીનો દરેક ખૂણો એમાં જોઈ શકાય છે. જોકે પૃથ્વી પર આવેલા પાણીમાં શું હાલત છે એ દરેકે જાણવા જેવી છે. આજે દરેક વ્યક્તિ જે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે એને દરિયામાંથી કેબલ વડે એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવામાં આવે છે. કેબલ વડે ઈન્ટરનેટની ઝડપ વધે છે અને એના પર કોઈપણ કુદરતી પરિસ્થિતિની અસર નથી થતી. આથી ઈન્ટરનેટનો ઉપયોગ અટક્યા વગર કરી શકાય છે. આ માટે દરિયામાંથી કેબલ દ્વારા તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે.

કેબલથી વિટળાયેલી છે પૃથ્વી

આ કેબલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે ત્યારે વીડિયોમાં જોઈ શકાય છે કે પૃથ્વી કેવી રીતે કેબલથી વિટળાયેલી છે. કેટલીક જગ્યાએ કેબલ વધુ છે તો કેટલીક જગ્યાએ ઓછા છે. દુનિયાની ઘણી કંપનીઓ આ રીતે ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે. આ કેબલને સબમરીન કેબલ્સની જાળ તરીકે ઓળખવામાં આવે છે.

ચંદ્ર સુધી પહોંચી શકે છે કેબલ

આ વીડિયોને સોશિયલ મીડિયા પર વંડર ઓફ સાયન્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે તમામ કેબલની લંબાઈ ગણવામાં આવે તો એ 13 લાખ કિલોમીટર છે. ધરતીથી ચંદ્રના અંતર બરાબર આ કેબલ ફક્ત પૃથ્વી પર છે. આ વીડિયો જોયા બાદ ઘણાં લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે તેમને તો આજ સુધી એવું જ હતું કે તેમનું ઈન્ટરનેટ સેટેલાઇટની મદદથી આવે છે, પરંતુ હકિકતમાં એ કેબલ દ્વારા આવે છે. એક યુઝરે તો એવું કહ્યું કે આનો મતલબ એ થયો કે આપણે બધા કેબલ નામના એક પિંજરામાં બંધ છીએ.

આ સમાચાર શેર કરો