Netflix અને Disney+ Hotstarનો ઉપયોગ ન કરવા છતાં પણ કપાઈ જાય છે પૈસા? તો આ ટ્રિક્સથી બચાવો મહેનતની કમાણી
જો તમે Netflix અને Disney+ Hotstar સબ્સ્ક્રાઈબ કર્યું છે, પરંતુ હવે તમે તેનો ઉપયોગ નથી કરતા છતાં પ

જો તમે Netflix અને Disney+ Hotstar સબ્સ્ક્રાઈબ કર્યું છે, પરંતુ હવે તમે તેનો ઉપયોગ નથી કરતા છતાં પણ તમારા ખાતામાંથી પૈસા કપાતા રહે છે. તો આવી સ્થિતિમાં તમારી મહેનતની કમાણી વેડફાઈ જાય છે. ઘણા લોકો આનું કારણ નથી જાણતા. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમને જણાવી દઈએ કે જ્યારે તમારું સબ્સ્ક્રિપ્શન ઓટો-રિન્યૂ મોડમાં પર હોય ત્યારે આવું થાય છે. આ પરિસ્થિતિને ટાળવા માટે, તમારે તમારું સબ્સ્ક્રિપ્શન મેન્યુઅલી કેન્સલ કરવું પડશે. અહીં કેટલીક સરળ ટ્રિક્સ છે જેના દ્વારા તમે તમારી મહેનતની કમાણી બચાવી શકો છો.
જો તમે તમારા Netflix અને Disney+ Hotstar એકાઉન્ટમાં ઓટો પેમેન્ટ કટ વિકલ્પ પસંદ નથી કર્યો, તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે આ વિકલ્પમાં જ્યાં સુધી તમે જાતે પેમેન્ટ નહીં કરો ત્યાં સુધી તમારા ખાતામાંથી પૈસા કપાશે નહીં. પરંતુ જો તમે સબ્સ્ક્રિપ્શન લેતી વખતે ઓટો-રિન્યૂ વિકલ્પ પસંદ કર્યો છે તો સબ્સ્ક્રિપ્શન પૂર્ણ થતા જ તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે.
ઓટો-રિન્યૂ વિકલ્પ બંધ કરો
- Netflix અને Disney+ Hotstar પર લોગ ઈન કરો.
- તમારી પ્રોફાઇલ પર જાઓ. ત્યાં "Subscription" અથવા "Account" વિકલ્પ પસંદ કરો.
- અહીં ઓટો-રિન્યૂ વિકલ્પ બંધ કરો. આ કર્યા પછી તમારું સબ્સ્ક્રિપ્શન રિન્યૂ નહીં થાય અને પૈસા પણ નહીં કપાય.
સબ્સ્ક્રિપ્શન કેન્સલ કરો
- તમારા એકાઉન્ટમાં લોગ ઈન કરો અને "Manage Subscription" વિકલ્પ પર જાઓ.
- "Cancel Subscription" બટન પર ક્લિક કરો.
- આ કર્યા બાદ તમારું સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થાય ત્યાં સુધી તમે તેનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી તમારું સબ્સ્ક્રિપ્શન કેન્સલ થઈ જશે.
બેંક એલર્ટ સેટ કરો
તમારા બેંક એકાઉન્ટ પર એલર્ટ સેટ કરો જેથી કરીને તમને દરેક પેમેન્ટ વિશે જાણકારી મળે. જો આમાંથી અનિચ્છનીય પૈસા કપાય જાય, તો તમે તાત્કાલિક પગલાં લઈ શકો છો.
ડેબિટ/ક્રેડિટ કાર્ડની વિગતો કાઢી નાખો
તમે સબ્સ્ક્રિપ્શનમાંથી તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડની વિગતો કાઢી શકો છો, જેથી તમારી સંમતિ વિના કોઈ પેમેન્ટ ન થાય.






