Dish TV Antenna: કેવી રીતે કામ કરે છે ડિશ ટીવીની છત્રી? સમજો તેની પાછળની ટેકનોલોજી
તમે કદાચ અગાસી પર લગાવેલા ગોળ આકારના ડિશ ટીવી એન્ટેના જોયા હશે. મોટાભાગના લોકો ધારે છે કે તે ફ

તમે કદાચ અગાસી પર લગાવેલા ગોળ આકારના ડિશ ટીવી એન્ટેના જોયા હશે. મોટાભાગના લોકો ધારે છે કે તે ફક્ત એક છત્રી છે, પરંતુ શું તમે તેની પાછળની ટેકનોલોજી વિશે કે તે કેવી રીતે કામ કરે છે તે જાણો છો? જો નહીં, તો આજે અમે તમને તેના વિશે જણાવીશું, તેની સાથે એ પણ જણાવીશું કર ખરાબ હવામાન દરમિયાન ડિશ ટીવી એન્ટેના કેમ કામ નથી કરતું.
ડિશ ટીવી એન્ટેના કેવી રીતે કામ કરે છે?
ડિશ ટીવી એન્ટેનાનું કામ સેટેલાઈટમાંથી આવતા સિગ્નલ (Microwave Frequency)પકડવાનું છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એન્ટેના ગોળ કેમ હોય છે? હક્કિતમાં, તેને પેરબોલિક આકાર કહેવામાં આવે છે, અને તેની વિશેષતા એ છે કે તે સેટેલાઈટ સિગ્નલને એક બિંદુ (Focal Point) પર ફોકસ કરવામાં સક્ષમ છે. ડિશમાં લગાવેલું લો-નોઈઝ બ્લોકર (Low Noise Block) સિગ્નલ રિસીવ કરે છે.
લો નોઈઝ બ્લોક અગાસી પર લગાવેલી ડિશનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તે સેટેલાઈટમાંથી હાઈ ફ્રીક્વન્સી સિગ્નલને પકડે છે અને પછી તેમને લો ફ્રીક્વન્સી સિગ્નલમાં કન્વર્ટ કરે છે. ફ્રીક્વન્સી કન્વર્ટ કર્યા પછી આ સિગ્નલ કોએક્સિયલ કેબલ દ્વારા સેટ-ટોપ બોક્સમાં મોકલવામાં આવે છે.
સિગ્નલ સેટ-ટોપ બોક્સ સુધી પહોંચે ત્યારે તે ડિજિટલ કોડમાં હોય છે. તમારા ટીવી સાથે જોડાયેલ સેટ-ટોપ બોક્સ આ કોડ્સને ડીકોડ કરે છે અને તેમને ટીવી માટે વીડિયો અને ઓડિઓ સિગ્નલમાં કન્વર્ટ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, ડિશનો એન્ટેના, LNB અને સેટ-ટોપ બોક્સ તમારા ટીવી પર જોવા મળતા ઓડિયો અને વિઝ્યુઅલ માટે મહત્ત્વપૂર્ણ છે.
ખરાબ હવામાનમાં સિગ્નલ કેમ નથી મળતું?
ઘણી વખત, ખરાબ હવામાનમાં ટીવી પર સિગ્નલ નથી આવતું, તેની પાછળનું કારણ છે કે પાણીના ટીપાં અને વાદળો સિગ્નલને અબ્ઝોર્બ કરે છે. આ જ કારણ છે કે સેટેલાઈટમાંથી આવતા સિગ્નલ નબળા પડી જાય છે અને ડિશ પર સ્થાપિત એન્ટેના સિગ્નલને યોગ્ય રીતે પકડી નથી શકતા.








