મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

શું તમે ચેક કર્યું છે, તમારી Car Reverse Gearમાં કેટલી Speedમાં દોડી શકે છે? ચાલો જાણીએ 

સામાન્ય રીતે આપણે ક્યારેય આપણી Carમાં Reverse Gearની Speed પર ધ્યાન દેતા નથી. પરં

શું તમે ચેક કર્યું છે, તમારી Car Reverse Gearમાં કેટલી Speedમાં દોડી શકે છે? ચાલો જાણીએ 

સામાન્ય રીતે આપણે ક્યારેય આપણી Carમાં Reverse Gearની Speed પર ધ્યાન દેતા નથી. પરંતુ તમને ખબર છે કે Car એ રિવર્સ સ્પીડમાં પણ ઝડપથી ચાલી શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી Car રિવર્સ ગિયરમાં કેટલી ઝડપથી ચાલી શકે છે? આમ તો આપણે Reverse Gearનો ઉપયોગ મોટાભાગે વાહનને પાર્ક કરવા અથવા ટૂંકા અંતરે રિવર્સ કરવા માટે જ કરતા હોઈએ છીએ, પણ તે છતાંય ઘણા લોકોના મનમાં એ પ્રશ્ર ઉભો થતો હોય છે કે, શું Back Gearમાં પણ વાહન ઝડપથી ચલાવી શકાય? ખાસ કરીને તે લોકોમાં જેઓ નવી કાર ચલાવવાનું શીખી રહ્યા છે.

Carને Back Gearમાં પણ Speedમાં ચલાવી શકાય

જો તમને પણ Carમાં રસ છે અને Back Gearમાં કાર કેટલી ઝડપથી ચાલી શકે છે તે જાણવા માંગતા હો, તો અહિં મળશે તમારા સવાલોના જવાબ. તો આ વિશે જાણવા માટે પહેલા તો આપણે carના અન્ય ભાગો વિશે જાણકારી મેળવવી પડશે.

Engine અને Speed વચ્ચે શું સંબંધ?

Back Gearમાં કારની ટોપ સ્પીડ શું હોઈ શકે છે તે જાણવા માટે, પહેલા કારની Speed અને Engine વચ્ચેનો સંબંધ જાણવો પડશે. Engine નક્કી કરે છે કે Car કેટલી ઝડપથી ચાલશે. એન્જિન જેટલું શક્તિશાળી હશે, તેટલી ઝડપથી કાર ચાલશે. જેનો અર્થ છે કે, Carની Speedનો તેના એન્જિન સાથે સીધો સંબંધ છે. પેસેન્જર કારમાં ઓછા પાવરવાળા એન્જિન હોય છે, જ્યારે Racing Carમાં હાઇ પાવરવાળા એન્જિન હોય છે જેથી કાર ઝડપથી દોડી શકે.
તમે જોયું હશે કે Racing Car સામાન્ય Passenger Car કરતાં વધુ ઝડપે દોડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કેવી રીતે થાય છે? આવું એટલા માટે થાય છે કારણ કે તેમાં વધુ શક્તિશાળી એન્જિન હોય છે જે કારને ઝડપથી દોડવામાં મદદ કરે છે. 

Carમાં મહત્તમ Backspeed કેટલી?

અત્યાર સુધી તમે કારની ગતિમાં Engineની ભૂમિકા સમજી ગયા હશો. હવે જાણીએ કે કોઈપણ Carમાં મહત્તમ Backspeed કેટલી હોઈ શકે છે. તો શું જે નિયમ કારની આગળની ગતિ પર લાગુ પડે છે, તે જ પાછળની ગતિ પર પણ લાગુ પડે છે? 
Carમાં એન્જિન જેટલું શક્તિશાળી હશે, Car પાછળના Gearમાં એટલી ઝડપથી દોડશે. તે જ રીતે, Carનું એન્જિન જેટલું શક્તિશાળી હશે, તેટલી ઝડપથી કાર Reverse Gearમાં દોડશે.

Reverse Gearમાં સૌથી ઝડપી Car કઈ? 

તમને જણાવી દઈએ કે, દુનિયામાં એક એવી Car છે જે પાછળના Gearમાં સૌથી ઝડપી દોડી શકે છે. Reverse Gearમાં આ Carની ગતિ રેસિંગ કાર જેટલી હોઈ શકે છે. આ કારનું નામ Rimac Nevera છે. આ એક Electrice Car છે, જેણે પાછળની ગતિમાં સૌથી ઝડપી દોડવાનો Record બનાવ્યો છે. આ કાર રિવર્સ ગિયરમાં 275.74 km પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

આ સમાચાર શેર કરો