મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

WhatsApp પર કોની સાથે કરો છો સૌથી વધુ ચેટીંગ? જાણવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ

આપણે બધા WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. વોટ્સએપ પર એવા ઘણા ફીચર્સ છે જેના વિશે લોકો હજુ પણ

WhatsApp પર કોની સાથે કરો છો સૌથી વધુ ચેટીંગ? જાણવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ

આપણે બધા WhatsAppનો ઉપયોગ કરીએ છીએ. વોટ્સએપ પર એવા ઘણા ફીચર્સ છે જેના વિશે લોકો હજુ પણ નથી જાણતા. વોટ્સએપ પર એક એવું ફીચર છે જેના દ્વારા તમે જાની શકો છો કે તમે સૌથી વધુ ચેટીંગ કોની સાથે કરો છે. આ જાણવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

કેવી રીતે ચેક કરવું

  • સૌથી પહેલા WhatsApp ઓપન કરો.
  • આ પછી મેનુ પર ક્લિક કરો.
  • હવે સેટિંગ્સના ઓપ્શન પર ક્લિક કરો.
  • ડેટા એન્ડ સ્ટોરેજ યુસેજ પર ક્લિક કરો.
  • હવે મેનેજ સ્ટોરેજનો ઓપ્શન પસંદ કરો.

અહીં તમે એક લિસ્ટ જોવા મળશે, જેમાં તમે જોઈ શકશો કે કયા યુઝર દ્વારા કેટલી સ્ટોરેજ સ્પેસ લેવામાં આવી છે. આનાથી તમે જાણી શકશો કે તમે સૌથી વધુ ચેટીંગ કોની સાથે કરી રહ્યા છો. જો તમે ઈચ્છો તો, તમે સરળતાથી ડેટા કાઢી નાખીને સ્ટોરેજ ખાલી કરી શકો છો.

આ બાબતો ધ્યાનમાં રાખો

WhatsAppને સુરક્ષિત કરવા માટે, તમારે WhatsApp પર ટુ-સ્ટેપ વેરિફિકેશન કોડ મૂકવો જોઈએ. જો તમે આમ કરશો તો તમારી સંમતિ વિના કોઈ તમારું WhatsApp ખોલી શકશે નહીં. આ સ્થિતિમાં તમારી પ્રાઈવેસી જળવાઈ રહેશે. આ માટે તમારે 4 ડિજિટનો પિન સેટ કરવો પડશે.

આ સમાચાર શેર કરો