મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Appleના 3 કરોડના નકલી ડિવાઈસ જપ્ત, ડુપ્લીકેટ માલ વેચનારા ઝડપાયા

હૈદરાબાદ ટાસ્ક ફોર્સે Appleની નકલી પ્રોડક્ટ મુદ્દે મોટી કાર્યવાહી કરતાં 3 કરોડ રૂપિયાનો માલ જપ

Appleના 3 કરોડના નકલી ડિવાઈસ જપ્ત, ડુપ્લીકેટ માલ વેચનારા ઝડપાયા

હૈદરાબાદ ટાસ્ક ફોર્સે Appleની નકલી પ્રોડક્ટ મુદ્દે મોટી કાર્યવાહી કરતાં 3 કરોડ રૂપિયાનો માલ જપ્ત કર્યો છે. એપલ પ્રોડક્ટ્સમાં આઇફોન, આઈપેડ, એપલ વોચ, એરપોડ્સ અને પાવરબેંક વગેરેનો સમાવેશ થાય છે. હૈદરાબાદ ટાસ્ક ફોર્સે મીર ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડીને કુલ 2761 નકલી એપલ પ્રોડક્ટ જપ્ત કરી છે. આ કેસમાં ત્રણ આરોપી શાહિદ અલી, ઇરફાન અલી અને સંતોષ રાતપુરોહિતની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય મુંબઈમાં એજન્ટો પાસેથી નકલી એપલ પ્રોડક્ટ ખરીદતા પકડાયા હતા.

પોલીસે પકડેલા આ ત્રણેય આરોપી મુંબઈથી નકલી પ્રોડક્ટ ખરીદીને એપલ લોગો, સ્ટીકરો અને સીલ સાથે નકલી પેકિંગ કરીને બજારમાં અસલી પ્રોડક્ટના નામે વેચાણ માટે મુકતા હતા. આ રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી હતી. એપલના લોગો અને સીલને કારણે ગ્રાહકો Appleની અસલી અને નકલી પ્રોડક્ટ ઓળખી શકતા નહોતા. એપલ કે અન્ય કોઈ બ્રાન્ડના નકલી ડિવાઇસ બજારમાં વેચાતા હોય તેવું પહેલીવાર નથી. ઘણી બ્રાન્ડના નકલી ઉત્પાદનો વેચનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

અસલી અને નકલી કેવી રીતે ઓળખવી?

જો તમે પણ Apple નો નવો ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ખરીદો છો, તો તમે તેને સરળતાથી ઓળખી શકો છો. સૌ પ્રથમ તમારે વસ્તુના પેકેજિંગ પર ધ્યાન આપવું. ડુપ્લિકેટ ઉત્પાદનોના પેકેજિંગમાં ક્યાંક ના ક્યાંક ખામી જોવા મળતી હોય છે. એનાથી અસલી નકલીની ઓળખ થઈ જાય. આ સિવાય સરકાર દ્વારા જારી કરાયેલ BIS વેબસાઇટ પર જઈને પણ અસલી નકલી પ્રોડક્ટની ઓળખ કરી શકો છો.

BIS વેબસાઇટ પર પ્રોડક્ટનો સીરિયલ નંબર દાખલ કરવો. જો BIS વેબસાઇટ અથવા એપ્લિકેશનમાં સીરીયલ નંબર ના હોય તો સમજી જવું કે તમે જે પ્રોડક્ટ ખરીદવા જઈ રહ્યા છો કે વાપરી રહ્યા છો તે નકલી છે. 

આ સમાચાર શેર કરો