મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

AUTO: E20 પેટ્રોલ: વાહનની માઇલેજ ઘટી, મેઇન્ટેનન્સ વધ્યું! વાહન માલિકોની સમસ્યાઓ વધી

પેટ્રોલથી ચાલતા વાહનોના માલિકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી ત્રસ્ત થઈ ગયા છે. અહેવાલોમાં જાણવા

AUTO: E20 પેટ્રોલ: વાહનની માઇલેજ ઘટી, મેઇન્ટેનન્સ વધ્યું! વાહન માલિકોની સમસ્યાઓ વધી

પેટ્રોલથી ચાલતા વાહનોના માલિકો હવે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલથી ત્રસ્ત થઈ ગયા છે. અહેવાલોમાં જાણવા મળ્યું છે કે, E20 પેટ્રોલ આવ્યા પછી, ઘણા વાહનોનું માઇલેજ ઘટી ગયું છે અને તેમને વધુ જાળવણીની જરૂર છે. ખાસ કરીને જે વાહનો 2022 માં કે તે પહેલાં ખરીદવામાં આવ્યા હતા, તેમાં આ સમસ્યા વધુ જોવા મળી રહી છે.

સર્વેમાં શું આવ્યું રિઝલ્ટ

લોકલસર્કલ સર્વેમાં 37,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. 28% લોકોએ જણાવ્યું હતું કે, 2025માં E20 પેટ્રોલનો ઉપયોગ કર્યા પછી તેમના વાહનો અસામાન્ય ઘસારો ભોગવે છે અથવા રિપેરીંગની જરૂર પડે છે. લગભગ બે તૃતીયાંશ લોકોએ કહ્યું કે, તેમની માઇલેજ પહેલાની સરખામણીમાં ઘટી ગઈ છે. 52% લોકોએ કહ્યું કે, જો E20 પેટ્રોલ 20% સસ્તું અને વૈકલ્પિક હોત, તો તેઓ તેનો ઉપયોગ કરશે. સર્વે કરાયેલા લોકોમાં, 42% લોકો ટાયર-1 શહેરોમાંથી, 30% ટાયર-૨ શહેરોમાંથી અને 28% નાના શહેરો અને ગામડાઓમાંથી હતા.

E20 પેટ્રોલ શું છે?

E20 પેટ્રોલમાં 20% ઇથેનોલ અને 80% પેટ્રોલ હોય છે. આ ઇંધણ પર્યાવરણ માટે સારું છે અને તેલની આયાત ઘટાડે છે. પરંતુ E10 પેટ્રોલ માટે બનાવેલા જૂના વાહનો 5-7% ઓછી માઇલેજ અને કેટલાક વાહનોના ભાગો પર વધુ ઘસારો આપી શકે છે. નવા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો E20 પર સરળતાથી ચાલી શકે છે.

કેટલીક કંપનીઓએ ચેતવણી આપી છે કે, જૂના વાહનો E20 માટે સંપૂર્ણપણે સલામત નથી. 10% થી વધુ ઇથેનોલ ધરાવતું ઇંધણ એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે. ટીવીએસ મોટર્સે જણાવ્યું હતું કે, જૂના વાહનોને E20નો ઉપયોગ કરવા માટે અપડેટ્સ અથવા ફેરફારોની જરૂર પડી શકે છે.

સરકારનું વલણ

કેન્દ્ર સરકાર E20 પેટ્રોલ સાથે આગળ વધી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, અત્યાર સુધી E20ને કારણે કોઈ પણ કારને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. પેટ્રોલિયમ મંત્રાલયે એમ પણ કહ્યું કે, E20 માટે ઘણા નવા વાહનો પહેલેથી જ તૈયાર છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી.

ગાડીઓના માલિકોને કેવા થાય છે સમસ્યા? 

સરકાર કહે છે બધુ બરાબર છે પરંતુ વાસ્તવિકતા એ છે કે, લોકો હજુ પણ ત્રસ્ત છે. ઘણા લોકો કહે છે કે, માઇલેજ ઘટ્યું છે અને જાળવણી ખર્ચ વધ્યો છે. દિલ્હીમાં શુદ્ધ પ્રીમિયમ પેટ્રોલ ₹160 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. RTIમાં ખુલાસો થયો છે કે, XP95 અને કોલકાતામાં સ્ટાન્ડર્ડ પેટ્રોલમાં 20% ઇથેનોલ ભેળવવામાં આવી રહ્યું છે. 

જાણો કંપનીઓએ શું કહ્યું

ઓટોમોબાઈલ કંપનીઓનું કહેવું છે કે, E20 પેટ્રોલ માટે વાહનોમાં કેટલાક ફેરફારો જરૂરી છે. આમાં એન્જિન સીલ, ગાસ્કેટ અને ફ્યુઅલ લાઇનને મજબૂત બનાવવા, એન્જિન કંટ્રોલ સિસ્ટમને સુધારવા અને ફ્યુઅલ સેન્સરને સરખુ કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. ટાટા મોટર્સે પહેલેથી જ કેટલાક વાહનોને E20-તૈયાર જાહેર કરી દીધા છે, પરંતુ મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇ જેવી કંપનીઓએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.

આ સમાચાર શેર કરો