મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

પોર્ન જોનારા લાખો દર્શકોનો ડેટા ચોરાઈ ગયો, હેકર્સે તેને ઓનલાઈન રિલીઝ કરવાની ધમકી આપી

એડલ્ટ વેબસાઇટ Pornhub ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે, અન

પોર્ન જોનારા લાખો દર્શકોનો ડેટા ચોરાઈ ગયો, હેકર્સે તેને ઓનલાઈન રિલીઝ કરવાની ધમકી આપી

એડલ્ટ વેબસાઇટ Pornhub ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે, અને તેના લાખો યુઝર્સનો ડેટા ચોરી થઈ ગયો છે. અહેવાલો અનુસાર, ShinyHunters નામના હેકર ગૃપે લાખો Pornhub યુઝર્સનો સંવેદનશીલ ડેટા ચોરી લીધો છે અને હવે તે કંપની પાસેથી બિટકોઈનમાં ખંડણી માંગી રહ્યું છે. હેકર્સે દાવો કર્યો છે કે તેમની પાસે Pornhub Premium યુઝર્સ સાંથે સંકળાયેલા 20 કરોડથી વધુ રેકોર્ડ છે.

સમાચાર એજન્સી Reutersના અહેવાલ મુજબ, ShinyHuntersએ  Pornhub Premium યુઝર્સની પ્રવૃત્તિઓ સંબંધિત ડેટા ચોરી કરવાની અને તેને જાહેરમાં જાહેર કરવાની ધમકી આપી છે. હેકર જૂથનું કહેવું છે કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો આ ડેટા ઓનલાઈન રીલિઝ કરવામાં આવશે.

મીડિયા સંગઠનો સાથે કેટલાક સેંપલ ડેટા શેર કર્યા

અહેવાલમાં જણાવાયું છે કે હેકર્સે મીડિયા સંગઠનો સાથે કેટલાક સેંપલ ડેટા શેર કર્યા હતા, જે ચકાસણી કરતા સાચા હોવાનું જાણવા મળ્યું હતું. આ ડેટા કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ત્રણ વ્યક્તિઓ સાથે જોડાયેલો હતો, જેમણે તેની અધિકૃતતાની પુષ્ટિ કરી હતી.

હેકર્સ પાસે છે આ માહિતી

ShinyHuntersનો દાવો છે કે તેમની પાસે આશરે 94GB ડેટા છે, જેમાં 20.1 કરોડથી વધુ અલગ-અલગ રેકોર્ડ્સ સામેલ છે. જેમાં વપરાશકર્તાઓના ઇમેઇલ એડ્રેસ, લોકેશન સાથે સંકળાયેલી માહિતી, સર્ચ કરવામાં આવેલા કીવર્ડ્સ, જોયેલા વિડિઓઝના URLs અને વીડિયો જોવાના સમયનો સમાવેશ થાય છે. આ માહિતી સીધી બેંક અથવા ક્રેડિટ કાર્ડ વિગતો સાથે જોડાયેલી નથી, પરંતુ તે હજુ પણ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.

આવો ડેટા લીક થવો એ વપરાશકર્તાઓ માટે ગંભીર ખતરો

સાયબર નિષ્ણાતો કહે છે કે, આવા પ્રકારના ડેટા લીક થવા એ વપરાશકર્તાઓ માટે ગંભીર ખતરો છે. પોર્નોગ્રાફિક કોન્ટેન્ટ સંબંધિત વ્યક્તિગત પ્રવૃત્તિનો જાહેર ખુલાસો લોકોની સામાજિક છબી, વ્યક્તિગત જીવન અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આ જ કારણ છે કે આ ડેટાને "હાઈલી સેેંસિટિવ" કેટેગરીમાં રાખવામાં આવી રહ્યો છે.

કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા નથી

હાલમાં તે સ્પષ્ટ નથી કે લીક થયેલો ડેટા કેટલો જૂનો છે, તે તાજેતરના વપરાશકર્તાઓ સાથે સંબંધિત છે કે જૂના એકાઉન્ટ્સ સાથે, અને ચોરી ક્યારે થઈ. Pornhub તરફથી પણ આ બાબતે સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અથવા ડેટા લીક પર તેની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરાઈ નથી. જો કે, જો હેકર્સના દાવા સાચા ઠરે, તો આ અત્યાર સુધીના સૌથી મોટા વપરાશકર્તા ગોપનીયતા ભંગમાંનો એક હોઈ શકે છે.

આ સમાચાર શેર કરો