મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

એન્ડ્રોઇડ યુઝર્સ માટે ખૂબ જોખમી છે આ એપ! સરકારે ચેતવણી જારી કરીને કહ્યું- તાત્કાલિક કરો અનઇન્સ્ટોલ

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આપણાં મોબાઈલ ફોનમ

એન્ડ્રોઇડ યુઝર્સ માટે ખૂબ જોખમી છે આ એપ! સરકારે ચેતવણી જારી કરીને કહ્યું- તાત્કાલિક કરો અનઇન્સ્ટોલ

આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આપણાં મોબાઈલ ફોનમાં આવી ઘણી એપ્સ છે જેની મદદથી આપણે આપણાં ઘણા અગત્યના કામ પૂરા કરીએ છીએ. આપણે બેન્કિંગ એપને ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે, મોબાઈલ એપ્સ પણ તમને જોખમમાં મૂકી શકે છે. વાસ્તવમાં, સરકારના સાયબર ક્રાઈમ વિભાગ સાયબર CyberDostએ લોન એપ વિશે ચેતવણી આપી છે જે લોન એપ છે.

એક્સ પર પોસ્ટ કરીને સાવચેત રહેવા કહ્યું

CyberDostએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં યુઝર્સને એપને લઈને સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ એપનું નામ CashExpand-U Finance છે. આ એપને લઈને CyberDostએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ એપના યુઝર્સે સાવધાન રહેવાની જરૂર છે કારણ કે, આ એપનું કનેક્શન ખતરનાક વિદેશી કંપનીઓ સાથે છે.

તરત અનઇન્સ્ટોલ કરો એપ

CashExpand-U Finance નામની આ એપ 1 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી, જેને હવે ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. જોકે, આ એપ યુઝર્સને કેવી રીતે ધમકી આપી રહી છે? CyberDost દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. CyberDostએ પોસ્ટમાં આરબીઆઈ, ગૂગલ પ્લે અને નાણા મંત્રાલયને પણ ટેગ કર્યા છે. જો તમે એન્ડ્રોઇડ યુઝર છો અને આ એપનો ઉપયોગ કરો છો, તો તરત જ આ એપને અનઇન્સ્ટોલ કરો. તમે સીધા જ સ્માર્ટફોનના સેટિંગમાં જઈને આ એપને અનઇન્સ્ટોલ કરી શકો છો.

આ સમાચાર શેર કરો