Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Be careful... someone is watching your every movement, know what is the solution to avoid it!

VIDEO: Tech/ સાવધાન... તમારી દરેક મૂવમેન્ટ પર રહે છે કોઈની નજર, જાણો તેનાથી બચવાનો ઉપાય શું!

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અત્યારે આપણા જીવનમાં કંઈક આવું બની રહ્યું છે... માની લો કે તમે રોજની ટેવ મુજબ ખિસ્સામાં સ્માર્ટફોન નાખી, હાથમાં થેલી લઇને શાકમાર્કેટ જવા નીકળ્યા. માર્કેટમાં કારેલાંનો તોતિંગ ભાવ જાણીને તમે કારેલાં કોઈ ઓનલાઇન સાઇટ પર સસ્તાં મળે છે કે નહીં એ તપાસી જોયું. ભાવમાં બહુ ફેર ન જણાયો એટલે તમે કારેલાં ખરીદી લીધાં અને પરત ઘરે આવવા નીકળ્યા. રસ્તામાં તમારા નિકટના મિત્ર અને જાણીતા ડાયાબિટોલોજિસ્ટને મળવા તેમના દવાખાને ગયા. થોડા દિવસ પછી તમે નવો જીવનવીમો ખરીદવાનું નક્કી કર્યું ત્યારે વીમા કંપનીએ કહ્યું કે તમારું પ્રીમિયમ થોડું ઊંચું રહેશે કારણ કે તમને ડાયાબિટીસ છે!

App Store

આ આખી વાતમાં વીમા કંપનીએ સાવ ઊંધું વેતર્યું હોય તેવું બની શકે, પરંતુ આજની દુનિયામાં આવું થવું ખરેખર શક્ય છે કારણ કે આપણે વાસ્તવિક દુનિયામાં અને ડિજિટલ વર્લ્ડમાં જે કંઈ જોઈએ અને કરીએ છીએ તેનું પૂરેપૂરું પગેરું દબાવવામાં આવે છે. એ ડેટા આપણને સંબંધિત હોય કે ન હોય તેવી ઘણી કંપની સુધી પહોંચી શકે છે.

ક્યારેક ફૂરસદે તમારા ફોનમાં ગૂગલ મેપ્સ એપ્સ ઓપન કરીને તેમાં ડાબી તરફની પેનલમાં 'યોર ટાઇમલાઇન' પર ક્લિક કરી જુઓ. તેમાં પાછલી કોઈ પણ તારીખે તમે ક્યારે ક્યાંથી ક્યાં ગયા એની વિગતો તમે જોઈ શકશો. એટલું જ નહીં એ દરમિયાન તમે કોઈ ફોટોગ્રાફ લીધા હોય તો એ પણ તમને જોવા મળશે.

જોકે આ સ્થિતિ હવે ઘણી બદલાઈ છે. ગૂગલે લાંબા સમયથી ગૂગલ મેપ્સ અને સર્ચમાં પણ ઇનકોગ્નિટો મોડની સુવિધા આપી છે. તમને ખ્યાલ હશે કે ક્રોમ બ્રાઉઝર અને યુટ્યૂબમાં આપણે ઇનકોગ્નિટો મોડનો લાભ લઈ શકીએ છીએ. એ મોડ ઓન હોય ત્યારે આપણી પ્રવૃત્તિઓની ગૂગલ અને બીજી ઘણી કંપનીઓના ચોપડે આપણી વિગતો ચઢતી નથી.

ગૂગલે મેપ્સમાંનું ટાઇમલાઇન ફીચર બંધ કરવાની તથા આપણો ડેટા નિશ્ચિત સમય પછી આપોઆપ ડીલિટ થાય એવું સેટિંગ કરવાની સગવડ પણ આપી છે. અલબત્ત આ બધી કંપનીની જેમ આપણે માટે પણ સગવડ અને પ્રાઇવસી બંને વચ્ચે સંતુલન સાધવાનું હંમેશા મુશ્કેલ તો રહેશે જ.