મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

Appleનું iPad Pro લોન્ચ, જાણો તેની કિંમત અને ક્યારથી ખરીદી શકાશે 

કેલિફોર્નિયાની ટેક કંપની એપલે લેટ લૂઝ ઈવેન્ટમાં તેના નવા આઈપેડ મોડલ્સ પરથી પડદો હટાવી દીધો છે. એપલે વર્ચ્યુઅલ ઇવેન્ટમાં iPad Pr

Appleનું iPad Pro લોન્ચ, જાણો તેની કિંમત અને ક્યારથી ખરીદી શકાશે 

કેલિફોર્નિયાની ટેક કંપની એપલે લેટ લૂઝ ઈવેન્ટમાં તેના નવા આઈપેડ મોડલ્સ પરથી પડદો હટાવી દીધો છે. એપલે વર્ચ્યુઅલ ઇવેન્ટમાં iPad Pro અને iPad Air લોન્ચ કર્યો છે. આ સાથે કંપનીએ  ન્યૂ મેજિક કીબોર્ડ અને પેન્સિલ પણ લોન્ચ કરી છે. Apple iPad Air (2024)માં M2 ચિપસેટ અને iPad Pro (2024)માં સૌથી શક્તિશાળી M4 ચિપસેટ છે. કંપનીએ આજથી તેનું પ્રી-બુકિંગ શરૂ કરી દીધું છે. ભારત સહિત 29 દેશોમાં 15 મેથી ખરીદી શકશે.

iPad Proના મોડલ વિશે વાત કરીએ તો, તેમાં 11 અને 13 ઇંચની સાઇઝની સ્ક્રીન  છે અને આ બંને વેરિઅન્ટની જાડાઈ માત્ર 5.1mm છે. કંપનીની આ પ્રોડક્ટ iPod નેનો કરતા પાતળી છે અને એપલની સૌથી પાતળી પ્રોડક્ટ છે. કંપનીએ 1600nits પીક બ્રાઈટનેસ સાથે ટેન્ડમ OLED ડિસ્પ્લે આપી છે. 

iPad Pro 2024 કિંમત 

કિંમતની વાત કરીએ તો, iPad Pro 2024ના WiFi વેરિયન્ટના 11 ઇંચ મોડલની કિંમત 99,900 રૂપિયા અને 13 ઇંચના મોડલની કિંમત 1,29,900 રૂપિયા રાખવામાં આવી છે. તે જ સમયે, iPad Pro 2024 ના WiFi + સેલ્યુલર વેરિઅન્ટના 11 ઇંચ મોડલની કિંમત 1,19,900 રૂપિયા અને 13 ઇંચના મોડલની કિંમત 1,49,900 રૂપિયા રાખવામાં આવી છે.


iPad Air (2024) કિંમત

iPad Air (2024)ને રૂ. 59,900ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ કિંમત 11-ઇંચ મોડલના Wi-Fi મોડલની છે. આ સાથે, 11 ઇંચ Wi-Fi + સેલ્યુલર મોડલની કિંમત 79,990 રૂપિયા છે. 13-ઇંચના Wi-Fi અને Wi-Fi + સેલ્યુલર મોડલની કિંમત અનુક્રમે રૂ. 74,900 અને રૂ. 94,900 છે. 

આ સમાચાર શેર કરો