Video-સુરતના BRTS રૂટમાં છૂટા હાથે ઈલેક્ટ્રિક મોપેડ ચલાવતા બે લબરમૂછિયાએ કર્યા સ્ટન્ટ
સુરતમાં વાહન લાપરવાહીથી ચલાવીને સ્ટન્ટ કરવાના વીડિયો અવારનવાર સામે આવતાં રહે છે. ત્યારે ઉધના BRTS રૂટ

સુરતમાં વાહન લાપરવાહીથી ચલાવીને સ્ટન્ટ કરવાના વીડિયો અવારનવાર સામે આવતાં રહે છે. ત્યારે ઉધના BRTS રૂટમાં સ્ટન્ટ કરતો વીડિયો વાયરલ થયો છે. ઈલેક્ટ્રિક મોપેડ ઓલા પર 2 યુવાનો પસાર થઇ રહ્યા હતાં. આ બન્ને યુવાનો પૈકી મોપેડ ચલાવનાર મોં પર રૂમાલ બાંધીને છૂટા હાથે મોપેડ ચલાવતો જોવા મળ્યો હતો. યુવક હાથ છોડી ગાડી ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે લોકો સોશિયલ મીડિયામાં પૂછી રહ્યાં છે કે, અગાઉ જે રીતે કાર્યવાહી થતી હતી તે રીતે યુવક સામે પોલીસ કાર્યવાહી થશે કે કેમ???




