VIDEO: સાવરકુંડલાના બાબરીયાધારમાં પૈસાની લેતી-દેતીમાં યુવકની હત્યા, મુખ્ય આરોપીની ધરપકડ
અમરેલીના સાવરકુંડલા તાલુકાના બાબરીયાધારમાં પૈસાની લેતી-દેતીના વિવાદમાં રાજુલાના યુવક હર્ષદ પરમારની હત્યા
અમરેલીના સાવરકુંડલા તાલુકાના બાબરીયાધારમાં પૈસાની લેતી-દેતીના વિવાદમાં રાજુલાના યુવક હર્ષદ પરમારની હત્યા કરવામાં આવી છે. મામાના ઘરે આવેલા હર્ષદ પર લોખંડના પાઈપ અને કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સાવરકુંડલા પોલીસે હત્યાની કલમ ઉમેરી મુખ્ય આરોપી જગદીશ પરમારની ધરપકડ કરી છે. અન્ય ત્રણ આરોપીઓની શોધમાં પોલીસે તપાસ તેજ કરી છે.



