મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલી/ સાવરકુંડલામાં તંત્ર દ્વારા હાથ ધરાઈ ડિમોલિશનની કાર્યવાહી, નદી વિસ્તારને ખુલ્લો કરવા લેવાયા પગલાં

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં નાવલી નદી બજાર વિસ્તારમાં મોડી રાત્રે તંત્ર દ્વારા ડ

તસવીર: GSTV

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં નાવલી નદી બજાર વિસ્તારમાં મોડી રાત્રે તંત્ર દ્વારા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ હતી. નદી બજારના પાલાધારકો દ્વારા અગાઉ સ્વેચ્છાએ જગ્યા ખાલી કરવામાં આવી હતી, ત્યારબાદ તંત્રએ ઓટલા અને ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. રાત્રિના સમયે શરૂ થયેલા ડિમોલિશનને કારણે વિસ્તારમાં લોકોના ટોળા ઉમટ્યા હતા અને થોડીવાર માટે ઉત્સુકતા અને તણાવનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા નદી વિસ્તારને ખુલ્લો કરવા અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.  

આ સમાચાર શેર કરો