મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

તંત્રએ કરેલા ખનનના ખાડામાં યુવક ગરકાવ, પાણીમાં ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત

અમદાવાદમાં ધોળકાના સિંધરેજ ગામે સો વીઘા જેટલી ગૌચર જમીનમાં માટી ખનનના પાણી ભરેલા ઊંડ

અમદાવાદમાં ધોળકાના સિંધરેજ ગામે સો વીઘા જેટલી ગૌચર જમીનમાં માટી ખનનના પાણી ભરેલા ઊંડા ખાડામાં બિહારના એક કામદાર પડી જતા કમકમાટીભર્યું મોત.

પગ લપસતાં યુવક પાણી ભરેલા ખાડામાં ગરકાવ

બિહારનો વતની કરણ નામનો યુવાન કામદાર પાણી ભરેલા ખાડા પાસે કપડાં ધોતો હતો ત્યારે તેનો પગ લપસી જતાં ખાનના ઊંડા ખાડાના પાણીમાં ગરકાવ થઈ જતાં મોત નીપજ્યું હતું. ઊંડા પાણીના ખાડામાં ડૂબેલા યુવાને સ્થાનિક લોકોએ બહાર કાઢી 108ને જાણ કરાવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

તંત્ર દ્વારા કરાયેલ ખનનના ખાડાએ એકનો ભોગ લીધો

તાજેતરમાં જ સિંધરેજ ગામની 100 વીઘા જેટલી ગૌચર જમીનમાં માટી ખનનનો મુદ્દો ટોપ ધ ટાઉન બન્યો હતો તંત્રએ આખ આડા કાન કરતા મોટા પ્રમાણમાં માટી ખનન કરી અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઈવેમાં આ માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં સિંધરેજ ગામની ગૌચર જમીનના માટી ખનન ખાડાએ એકનો ભોગ લેવાયો.

આ સમાચાર શેર કરો