મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર/ થાનગઢમાં ગેરકાયદેસર ખોદેલી ખનીજ ખાણમાં પડી જવાથી યુવકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ગેરકાયદેસર ખનીજ ખાણને કારણે એક દુર્ઘટના સર્

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ગેરકાયદેસર ખનીજ ખાણને કારણે એક દુર્ઘટના સર્જાઈ. અજય રાઠોડ નામના યુવકનું ખાણમાં ડૂબી જવાથી કરુણ મોત થયું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખોદેલી ખાણોને બુરવામાં ન આવતા તે જીવલેણ ખાડામાં ફેરવાઈ ગઈ હતી. ઘટના બાદ તંત્રને જાણ કરવા છતાં લગભગ 6 કલાક સુધી કોઈ બચાવ ટીમ પહોંચી નહોતી, જેના કારણે રોષ ફેલાયો હતો. લાંબા સમય બાદ પહોંચેલી ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો