VIDEO: સુરેન્દ્રનગર / જિલ્લા પંચાયત કચેરી આવી છે એ વિસ્તારમાં જ પાણીના ધાંધિયા, સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જિલ્લા પંચાયત વિસ્તારમાં છેલ્લા ૩૦ દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતા સ્થાનિક મહિલાઓ રસ્તા
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના જિલ્લા પંચાયત વિસ્તારમાં છેલ્લા ૩૦ દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતા સ્થાનિક મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે. ધોળીધજા ડેમ ૧૫ ફૂટ પાણીથી ભરેલો હોવા છતાં, પાલિકાની નબળી વિતરણ વ્યવસ્થાને કારણે લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. રોષે ભરાયેલી મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે, "ચૂંટણી સમયે મત માંગવા હાથ જોડતા નેતાઓ હવે ગાયબ થઈ ગયા છે." અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા વહીવટી તંત્રની નિષ્ફળતા છતી થઈ છે.

