મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર / ગરાંભડી ગામના ખેડૂત પુત્રએ ધો.10માં સમગ્ર ગુજરાતમાં ટોપ-10માં સ્થાન પ્રાપ્ત કર્યું

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગરાંભડી ગામના

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગરાંભડી ગામના એક ખેડૂત પુત્રએ ધોરણ 10ના પરિણામમાં સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડતા ટોપ-10માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગીતાંજલી શૈક્ષણિક સંકુલ, સાકરડી બોટાદ ખાતે અભ્યાસ કરતા અક્ષય પ્રવીણભાઈ કુકડીયાએ 99.92 PR સાથે રાજ્યમાં 8મો ક્રમ હાંસલ કરીને સાયલા પંથકનું નામ રોશન કર્યું છે. સામાન્ય ખેડૂત પરિવાર અને અંતરિયાળ વિસ્તારમાંથી આવતા હોવા છતાં, અક્ષયે સાબિત કરી દીધું છે કે સંજોગો ગમે તેવા હોય પરંતુ સખત મહેનતથી કોઈપણ સિદ્ધિ મેળવી શકાય છે. અક્ષયની આ જ્વલંત સફળતાને પગલે તેના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો