VIDEO: સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ; દુધઈ નજીક આવેલા ડેમ પાસે કરાઈ રહ્યું છે ભયાનક બ્લાસ્ટિંગ
સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. દુધઈ નજીક આવેલા ડેમ પાસે પ્રતિબંધિત જીલેટીનનો ઉપ
સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. દુધઈ નજીક આવેલા ડેમ પાસે પ્રતિબંધિત જીલેટીનનો ઉપયોગ કરી ભયાનક બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. માફિયાઓ પથ્થરો તોડી, તેને દળીને રેતી બનાવી કરોડોની કાળી કમાણી કરી રહ્યા છે. સરપંચ અને ગ્રામજનો દ્વારા છેલ્લા બે મહિનાથી તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા રોષ જોવા મળી રહ્યો છે. બ્લાસ્ટિંગથી ડેમને નુકસાન થવાની ભીતિ છે, જેનાથી ભવિષ્યમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેમ છે. તંત્ર તાકીદે આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવે તેવી લોક માંગ ઉઠી છે.
