મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને ડામવા પોલીસની કાર્યવાહી, ધ્રાંગધ્રામાં 10 ઈસમો સામે ગુનો દાખલ

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા પોલીસે હવે કડક મિજાજ અપનાવ્યો છે

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા પોલીસે હવે કડક મિજાજ અપનાવ્યો છે. ધ્રાંગધ્રામાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા નાના વર્ગના લોકો માટે પોલીસ દેવદૂત બનીને આવી છે. વ્યાજ માફિયાઓએ ડરાવી-ધમકાવીને પડાવી લીધેલા વાહનો પોલીસે પરત મેળવી પીડિતોને સોંપ્યા છે. ધ્રાંગધ્રામાં અત્યાર સુધી 10 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી 7 સામે ગુનો દાખલ કરી તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસ વડાએ સ્પષ્ટ આદેશ આપ્યા છે કે વ્યાજખોરોની મિલકતો અને અન્ય સંપત્તિઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવે. જો આ મિલકતો ગેરકાયદેસર જણાશે, તો તેને તોડી પાડવામાં પણ આવશે. 

તપાસમાં ખુલાસો થયો છે કે આ વ્યાજ માફિયાઓ જરૂરિયાતમંદ લોકોને નાણાં આપી તેમની કિંમતી મિલકતો હડપી લેવાનું વ્યવસ્થિત કૌભાંડ ચલાવતા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ સાથે રાજ્યવ્યાપી અભિયાનને આગળ ધપાવવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો