મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર / સાયલાના ચોરવીરા સીમ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે સાયલા તાલુકાના ચોરવીરા સીમ વિસ્તારમાં દરોડ

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે સાયલા તાલુકાના ચોરવીરા સીમ વિસ્તારમાં દરોડા પાડી ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન કાર્બોસેલ ખનીજનું ગેરકાયદે ખોદકામ કરતા બે કૂવાઓ મળી આવ્યા હતા. ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી બે ડમ્પર, એક લોડર અને અંદાજે 60 મેટ્રિક ટન કાર્બોસેલ ખનીજનો જથ્થો જપ્ત કર્યો છે. કુલ 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરી સુરેન્દ્રનગર બહુમાળી ભવન ખાતે ખસેડાયો છે. ચોરવીરા વિસ્તારમાં લાંબા સમયથી ધમધમતી આ ખાણો પરની કાર્યવાહીએ સ્થાનિક તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલ સર્વેયર દ્વારા માપણી હાથ ધરીને આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો