મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકામાં ગોમતી નદીમાં નહાવા માટે ઉતરેલો યુવક ડૂબ્યો, સ્થાનિક તરવૈયાએ બચાવ્યો

ગુજરાતભરમાંથી યુવકોની નદી અને કેનાલમાં ડૂબવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ધુળેટીના દિવસે ભરુચમાં ચાર

ગુજરાતભરમાંથી યુવકોની નદી અને કેનાલમાં ડૂબવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ધુળેટીના દિવસે ભરુચમાં ચાર અલગ અલગ સ્થાનો પર કુલ પાંચ યુવકો ડુબવાની ઘટના સામે આવી હતી. આજે રાજકોટમાં ગરમીથી રાહત મેળવવા ત્રણ યુવાનો તળાવમાં નહાવા માટે ઉતર્યા હતા જેમા એક યુવકનું મોત નિપજ્યું છે. તેમજ અમદાવાદમાં પણ બે યુવાનો કેનાલમાં લપસતાં ડૂબી ગયાં હતા. એવામાં દ્વારકામાંથી પણ કંઈક આ પ્રકારની ઘટના સામે આવી રહી છે.

જેમાં દ્વારકાના ગોમતી નદીમાં એક યુવાન પાણીમાં ડુબ્યો હતો. યુવાન ડુબતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગોમતી નદીમાં નહાવા ઉતરેલો યુવાન અચાનક ડુબ્યો હતો અને પાણીની અંદર તણાઈને ડુબવા લાગતા યુવાને તરફરીયા મારવાનું શરું કરી દીધું હતું. જો કે, ઘટના સ્થળે અન્ય લોકો પણ હાજર હોઈ સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો