દ્વારકા: ખંભાળિયામાં રખડતાં ઢોરે યુવાનને હવામાં ફંગોળ્યો, સારવાર મળે તે પહેલાં જ યુવકનું મોત
ગુજરાત રાજ્યના દ્વારકા જિલ્લામાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહે

ગુજરાત રાજ્યના દ્વારકા જિલ્લામાંથી દુ:ખદ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં રખડતાં ઢોરે યુવાનો જીવ લીધો છે.
મેઇન રોડ પર યુવાનને રખડતા ઢોરે અડફેટે લીધો
ખંભાળિયા ચાર રસ્તા વિસ્તારમાં નવી કોર્ટ બિલ્ડીંગ સામેના મેઇન રોડ પર યુવાનને રખડતા ઢોરે અડફેટે લીધો હતો. 42 વર્ષીય પ્રવિણ કારૂભાઇ ધમા નામના યુવાન એક્ટિવા પર જતા હતા ત્યારે તેમને ઢોરે અડફેટે લીધા હતા.
યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી
યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે યુવાનને સારવાર મળ્યા પહેલા






