મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં યુવક દ્વારા દારુની બોટલ સાથે કાર ચલાવતા સ્ટંટ કર્યાનો વીડિયો વાયરલ

રાજકોટમાં ફરી લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. રાજકોટમાં એક કારચાલક રસ્તા પર જોખમભર્યું ડ્રાઈવિંગ કરત

રાજકોટમાં ફરી લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. રાજકોટમાં એક કારચાલક રસ્તા પર જોખમભર્યું ડ્રાઈવિંગ કરતો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં માધાપર બેડી રોડ પર રાત્રિના સમય દરમિયાન કાર ચાલક જોખમી રીતે કાર ચલાવી સ્ટંટ કરી રહ્યો હતો. તેમજ કારમાંથી દારૂની બોટલ પણ બહાર દેખાડી હતી તેમજ બોટલને કાર પર મુકીને કાર ચલાવવાનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રફતારના રાક્ષસોને પોલીસનો કોઈ ખોફ ના હોય તેમ સ્ટંટ પણ કરવમાં આવ્યો અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર પણ કરવામાં આવ્યો હતો. આ રીતે બેદરકારીભર્યું વાહન ચલાવતા હાઈવે પર અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ?

આ સમાચાર શેર કરો