રાજકોટ: તાવથી 8 મહિનાના માસૂમનું સિવિલમાં મોત, ત્રણ દિવસથી બાળકની ચાલી રહી હતી સારવાર
રાજ્યના રાજકોટમાંથી મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. રાજકોટમાં તાવથી 8 મહિનાના બાળકનું મોત ન

રાજ્યના રાજકોટમાંથી મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે. રાજકોટમાં તાવથી 8 મહિનાના બાળકનું મોત નીપજ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના રૈયારોડ પર આવેલ વૈશાલી નગરમાં વસવાટ કરતા પરિવારના 8 મહિનાના પુત્રની તબિયત થોડાક દિવસથી સારી નહોતી.
પુત્રને વધુ તાવ ચઢતાં તેની તબિયત બગડી
પુત્રને વધુ તાવ ચઢતાં તેની તબિયત બગડી હતી. પરિવાર માસૂમને તાત્કાલિકના ધોરણે રાજકોટ સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જ્યાં રાજકોટ સિવિલમાં ટૂંકી સારવાર બાદ 8 મહિનાના બાળકનું મોત નિપજ્યું હતું. તાવથી 8 માસના બાળકનું મોત નિપજતાં પરિવાર ભાંગી પડ્યો હતો.




