VIDEO: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓની રાજાશાહી! હોસ્પિટલની લોબી બની સ્ટાફના વાહનોનું પાર્કિંગ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓની રાજાશાહીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ લોબીમાં સ્ટા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓની રાજાશાહીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ લોબીમાં સ્ટાફના વાહનોના પાર્કિંગને લઈ ફરી ચર્ચામાં આવી છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ દ્વારા એક્સ રે વિભાગ પાસે વાહનોનું પાર્કિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એક્સ રે વિભાગની લોબીમાં ટુ વહીલર વાહન પાર્ક કરવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલની અંદર પાર્ક કરાયેલા વાહનો મામલે તંત્ર ના આંખ આડા કાન ? લોકોને કામ વિના લોબીમાં ઉભા ન રહેવા દેતા સિક્યુરિટીને વાહનો ન દેખાયા ? આ મામલે સિક્યુરિટી અને સિવિલ હોસ્પિટલ સ્ટાફની મિલી ભગત બહાર આવી હતી. જો કે, એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.




