VIDEO : રાજકોટમાં કુતરાના કારણે બાઈક ચાલક યુવકનું મોત, જુઓ કેમ બની ઘટના
Rajkot News : રાજકોટના યુનિવર્સિટી રોડ નજીક વિમલનગર ચોક ટર્નિંગ પાસે બાઈક અને કારચાલક વચ્ચે અકસ્માત થતાં બાઈકચાલકનું મોત

Rajkot News : રાજકોટના યુનિવર્સિટી રોડ નજીક વિમલનગર ચોક ટર્નિંગ પાસે બાઈક અને કારચાલક વચ્ચે અકસ્માત થતાં બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં 30 વર્ષીય જયદીપસિંહ જાડેજાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ 17મી નવેમ્બરના રોજ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.




