VIDEO: વડોદરામાં World Photography Dayનું આયોજન, એક્ઝિબિશનનું કરાયું આયોજન
વડોદરા શહેરમાં 19 ઓગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં પારુલ યુનિવર્સી
વડોદરા શહેરમાં 19 ઓગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં પારુલ યુનિવર્સીટી દ્વારા પણ ખાસ ફોટો પ્રદર્શની યોજાઈ હતી. પ્રદર્શનમાં વિવિધ જાતની ફોટોગ્રાફીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
રાજમાતા સુભાગિની રાજના હસ્તે કરાયો પ્રારંભ
વડોદરા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના ક્લિક 12 ફોટો એક્ઝિબિશનનો રાજમાતા સુભાગિની રાજે ગાયકવાડ સાહેબના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે પારુલ યુનિવર્સીટી દ્વારા પણ ખાસ ફોટો પ્રદર્શની યોજાઈ હતી, જે પણ આકર્ષણ નું કેન્દ્ર બની છે.
ક્લિક 12 ફોટોગ્રાફી એક્ઝિબિશનનું આયોજન
શહેરના નામાંકિત 11 ફોટો જર્નાલિસ્ટ દ્વારા કંડારાયેલા 88 અદભુત ફોટોનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, 3 દિવસની ફોટો પ્રદર્શનને શહેરના કીર્તિ મંદિર ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યું છે, Photo Journalist Association Of Vadodara દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ક્લિક-12 ફોટોગ્રાફી એક્ઝિબિશનનું ત્રિદિવસીય આયોજન શહેરના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે. જેને આજે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડના હસ્તે નગરજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
વિવિધ વિભાગના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
સંસ્કારી નગરી વડોદરાના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા પ્રતિ વર્ષની જેમ સતત 12માં વર્ષે પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ફોટોગ્રાફી એક્ઝિબિશન ક્લિક 12નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડે.મેયર, પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને વિવિધ વિભાગના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ એસોસિએશનના 11 ફોટો જર્નાલિસ્ટ દ્વારા પોતાના કેમેરામાં કંડારાયેલા અદભૂત 88 ફોટોની પ્રદર્શની તા.19 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી નિહાળી શકાશે. આ પ્રદર્શનમાં ધાર્મિક, પોલિટિકલ, ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ, વિવિધ સમસ્યાઓ, દુર્ઘટનાઓ, ભારતીય સંસ્કૃતિ, ઐતિહાસિક ઈમારતો વગેરે જેવી ફોટોગ્રફીનો સમાવેશ કરવામાં આવ્યો છે.






