મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara news: સેન્ટ્રલ જેલમાં જમીનની અંદર છુપાવેલો મોબાઈલ જપ્ત, FSLની તપાસ શરૂ

Vadodara news: વડોદરા સેન્ટ્રલ જેલમાં ઝડતી સ્ક્વોર્ડ જેલર ગ્રુપ -2ની ટીમ દ

Vadodara news: સેન્ટ્રલ જેલમાં જમીનની અંદર છુપાવેલો મોબાઈલ જપ્ત, FSLની તપાસ શરૂ

Vadodara news: વડોદરા સેન્ટ્રલ જેલમાં ઝડતી સ્ક્વોર્ડ જેલર ગ્રુપ -2ની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. તે વખતે યાર્ડ - 12માં બેરેકની પાછળના ભાગે જમીનમાં ખાડો ખોદતા મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે મોબાઈલનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. 

પોલીસ મહાનિર્દેશક અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદની સૂચના અનુસાર ઝડતી સ્ક્વોર્ડ જેલર ગ્રુપ -2ની ટીમ દ્વારા આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. સવારે 10 થી બપોરે 1:30 વાગ્યા સુધી જેલમાં ચકાસણી થઈ હતી. તે વખતે યાર્ડ - 12માં બેરેકની પાછળના ભાગે જમીનમાં ખાડો ખોદી પ્લાસ્ટિકમાં વિંટાળી છુપાવેલા બેટરી અને સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. મોબાઇલ ફોનની એફએસએલ ચકાસણી જરૂરી જણાતા જેલરે આ અંગે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મોબાઈલ ફોનનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો