મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચમાં માતરિયા તળાવ ખાતે 'પિંક રન'ના આયોજન સાથે વર્લ્ડ મધર્સ ડેની કરાઈ ઉજવણી

ભરૂચ શહેરમાં વર્લ્ડ મધર્સ ડેની ઉજવણી અંતર્ગત મોમ્સ ઓફ ભરૂચ દ્વારા માતરિયા તળાવ ખાતે

ભરૂચ શહેરમાં વર્લ્ડ મધર્સ ડેની ઉજવણી અંતર્ગત મોમ્સ ઓફ ભરૂચ દ્વારા માતરિયા તળાવ ખાતે “પિંક રન”નું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 80 જેટલી મહિલાઓ ઉત્સાહભેર જોડાઈ હતી. મહિલાઓએ આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા અને બ્રેસ્ટ કેન્સરના સમયસર નિદાન અંગે સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જયાબહેન મોદી કેન્સર સેન્ટરના તબીબોએ મહિલાઓને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સેજલ કપાડિયા અને ડો. ભૂમિકા પંચાલ સહિત શહેરની અનેક મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો